તમામ કુશળતા હોવા છતાંય ઝરીન બોલિવુડમાં ફ્લોપ છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવુડમાં નવી નવી સ્ટાર અને સ્ટાર કિડ્‌સ વચ્ચે તે હવે કોઇ સારી રોલવાળી ફિલ્મો મેળવી શકે તેવી શક્યતા ઓછી છે. દબંગ સ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હોવા છતાં ઝરીન ખાન હવે ફ્લોપ સાબિત થઇ રહી છે. ઝરીન ખાન બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લોપ પુરવાર  થઇ રહી છે. તે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં તેને સારી ફિલ્મો હાથ લાગી રહી નથી.

તે ફિલ્મોમાં  સ્થાન મેળવી લેવા વધારે સેક્સી બોડી હાંસલ કરવાના પ્રયાસ કરી રહી છે. ઝરીન બોલિવુડમાં કોઇ પણ પ્રકારની સ્પર્ધામાં રહેવા માટે ઇચ્છુક નથી. તે છેલ્લે ૧૯૨૧માં નજરે પડી હતી. જે ફલોપ સાબિત થઇ હતી. આ સંદર્ભમાં વાત કરતા ઝરીન ખાને કહ્યું છે કે, તેના ઉપર કોઇપણ પ્રકારનું દબાણ ન હતું. તે પોતાની રીતે વજન ઉતારી રહી છે.

તેનું કહેવું છે કે, કોઇપણ પ્રકારના દબાણ અથવા નિર્માતા નિર્દેશકો તરફથી રજૂઆતના કારણે તે પોતાનું વજન ઉતારી રહી નથી. તેનું કહેવું છે કે, વજન ઉતારવાની બાબત ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત છે. બાળપણથી લઇને તે સ્થૂળતાથી ગ્રસ્ત હતી પરંતુ બોલીવુડમાં પ્રવેશ્યા બાદ તેના વજનને લઇને કેટલીક ચર્ચા હતી. આજ કારણસર હવે તે વજન ઉતારી રહી છે. કેટરીના કૈફ જેવી દેખાતી આ અભિનેત્રીએ પોતાની બોલીવુડ કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે વીર મારફતે કરી હતી પરંતુ પ્રથમ ફિલ્મમાં જ ફ્લોપ શો થયો હતો ત્યારબાદ તેને કોઇ મોટી સફળતા મળી રહી ન હતી.

Share This Article