ઇન્ડિયા પોસ્ટની આ સ્કીમમાં ડિપોઝિટની મર્યાદા વધી, એકવાર જમા કરો, દર મહિને ઇનકમ?!..

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નાણામંત્રી ર્નિમલા સીતારમણે બુધવારે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં નાણામંત્રીએ પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમની ડિપોઝિટ લિમિટ વધારવાની જાહેરાત કરી હતી. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ માટે નવી મર્યાદા ૪.૫ લાખ રૂપિયાથી વધારીને ૯ લાખ રૂપિયા અને જોઈન્ટ એકાઉન્ટ માટે ૯ લાખ રૂપિયાથી વધારીને ૧૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. હવે પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનામાં, તમે એક ખાતામાં ૯ લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં ૧૫ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. જણાવી દઈએ કે, જો તમને નિયમિત આવકનો વિકલ્પ જોઈએ છે, તો પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના તમારા માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. આ સ્કીમમાં રોકાણકારોએ એકસાથે પૈસા જમા કરાવવાના હોય છે અને દર મહિને કમાવાની તક મળે છે.

કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં રોકાણ કરી શકે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના હેઠળ, માત્ર ૧૦૦૦ રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. ૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કરનાર કોઈપણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસ એમઆઈએસમાં સિંગલ અને સંયુક્ત બંને ખાતા ખોલવાની સુવિધા છે. આ ખાતું ખોલાવવા માટેની એક શરત એ છે કે, તમે ૧ વર્ષ પહેલા તમારી જમા રકમ ઉપાડી શકતા નથી.

બીજી તરફ, જો તમે તમારી પાકતી મુદત પૂરી થાય તે પહેલાં એટલે કે ૩ થી ૫ વર્ષની વચ્ચે ઉપાડ કરો છો, તો મુદ્દલના ૧ ટકા બાદ કરવામાં આવશે અને પરત કરવામાં આવશે. બીજી તરફ, જો તમે પાકતી મુદત પૂરી થયા પછી પૈસા ઉપાડો છો, તો તમને યોજનાના તમામ લાભો મળશે.

Share This Article