તાજેતરમાં જ કરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વારંવાર એક્સ રે પડાવનાર દાંતના રોગો સાથે પીડાતા દર્દીઓમાં બ્રેઇન ટ્યુમર થવાનો ખતરો પાંચ ગણો વધી જાય છે. દાંતના દર્દીઓમાં બ્રેઈન ટ્યુમરના સૌથી સામાન્ય ગણાતા પ્રકાર મેનીંનઝ્યુઓમાં ખતરો રહે છે.
યાલે યુનિવર્સિટીના સંશોધકોએ ઘણી બાબતોને Îયાનમાં લીધા બાદ આ મુજબના તારણો આપ્યા છે. આમા જણાવવામાં આવ્યું છે કે વારંવારના એક્સ રે દરમિયાન રેડિએશન ટ્રાન્સમિટેડ થાય છે જે ખતરાને વધારવા માટે જવાબદાર છે. ડેલી એક્સપ્રેસે સંશોધકોને ટાંકીને આ મુજબનું તારણ આપ્યું છે. આ કનેક્શનને જાણવા માટે ૨૦ અને ૭૦ વર્ષની વયના ૧૪૩૩ બ્રેઇન ટ્યુમરના દર્દીઓ ઉપર અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. તેમની સરખામણી સ્વસ્થ લોકોના આવા જ ગ્રૂપ સાથે કરવામાં આવી હતી. સંશોધકોને જાણવા મળ્યું કે લાઇફ ટાઈમમાં બ્રેઇન ટ્યુમરના દર્દીઓને દાંતની ચકાસણીના લીધે ખતરો વધી ગયો હતો. વારંવાર એક્સ રે કરાવનાર દાંતના દર્દીઓમાં બ્રેઇન ટ્યુમરનો ખતરો રહે છે. એક્સ રે ફિલ્મ દાંત વચ્ચે ટેબની જાણકારી મેળવવા માટે ઉતારવામાં આવે છે. એક વર્ષમાં એકથી વધુ વખત એક્સ રે પડાવનાર વ્યક્તિગતોમાં ખતરો બે ગણો રહે છે.
બ્રેઇન ટ્યુમરના સાદા સ્વરૂપનો ખતરો સમગ્ર મોંમાં થતા ટ્યુમર સાથે સંબંધિત છે. અભ્યાસમાં દાવો કરાયો છે કે ૧૦ વર્ષની વયની નીચે ડેન્ટલ એક્સ રે આપનાર દર્દીઓમાં બ્રેઇન ટ્યુમરનો ખતરો પાંચ ગણો વધી જાય છે. આ અભ્યાસના તારણો ચિંતા ઉપજાવે તેવા છે. આના પરિણામો અમેરિકન કેન્સર સોસાયટીના જર્નલ કેન્સરમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.ડેન્ટલ એક્સ રે અંગે ભૂતકાળમાં પણ કેટલાક પરિણામો જારી કરવામાં આવ્યા છે પરંતુ પ્રથમ વખત સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે દાંતના દર્દીઓમાં ટ્યુમરનો ખતરો વધી જાય છે.