25 ઓગસ્ટ 2017માં થયેલ હિંસાની આરોપી દેશદ્રોહી હનીપ્રિતની જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. જેલની બહાર આવવા માટે હનીપ્રિતે ઘણી દલીલ કરી હતી. પોતે એક મહિલા છે, અને મહિલા હોવાને લીધે તેને જામીન મળવા જોઇએ તેમ પણ કહ્યું. તેમ છતાં હનીપ્રિતની જામીનની અરજી પંચકૂલાની એક કોર્ટે ફગાવી દીધી છે.
હનીપ્રિત હવે પંજાબ અથવા હરિયાણાની કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે. કારણકે જે એફ.આઇ.આર નંબરમાં હનીપ્રિતની જામીનની અરજીને ફગાવી દેવામાં આવી છે, તે જ એફ.આઇ.આરમાં બીજા 15 લોકોને જામીન મળી ચૂક્યા છે. હનીપ્રિતને વિશ્વાસ હતો કે તેને જામીન મળી જશે. કારણકે તેના જેવા આરોપ જેના પર હતા, તેમને પણ જામીન મળી ગયા હતા. માટે તેને હતુ કે તેની અરજી મંજૂર થશે. પરંતુ તેવું કાંઇ ના થયુ અને હનીપ્રિતની અરજી નામંજૂર થઇ હતી.
હનીપ્રિતે અરજીમાં લખ્યું હતુ કે, જ્યારે હિંસા થઇ હતી ત્યારે તે ડેરાપ્રમુખ રામ રહીમ સાથે પંચકૂલામાં હતી. ડેરા પ્રમુખને સજા થયા બાદ તે પંચકૂલાથી સીધી રોહતક જતી રહી હતી. હિંસામાં તેનો કોઇ રોલ જ નથી. તેણે તે પણ કહ્યું હતુ કે એફ.આઇ.આરમાં તેનુ નામ પણ પાછળથી ઉમેરવામાં આવ્યુ હતુ. વધુમાં તેણીએ કહ્યું હતુ કે તેને એરેસ્ટ કરવામાં નથી આવી તેણે જાતે જ 3 ઓક્ટોબર 2017ના રોજ સરેન્ડર કર્યુ હતું. તેના જેવા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે તો તેને પણ જામીન મળવા જ જોઇએ.
હવે હનીપ્રિત આગળ શું કરે છે અને તેને જામિન મળે છે કે નહી તે તો સમય જ બતાવશે.