મુંબઈ : જનધન ખાતાઓમાં ડિપોઝીટનો આંકડો ૯૦,૦૦૦ કરોડથી પણ ઉપર પહોંચી ચુક્યો છે. ફ્લેગશીપ ફાઈનાન્સિયલ ઈન્ક્લુસન પ્રોગ્રામમાં સરકાર સક્રિય રીતે આગળ વધી રહી છે. આના ભાગરૂપે એક્સિડેન્ટ ઈન્સ્યોરન્સ કવરનો આંકડો પણ ડબલ કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ માર્ચ ૨૦૧૭ બાદથી સ્થિર રીતે વધી રહેલી ડિપોઝીટની રકમ ૩૦મી જાન્યુઆરી સુધી ૮૯૨૫૭.૫૭ કરોડ સુધી પહોંચી ગઈ છે. તેમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. ડિપોઝીટનો આંકડો ૨૩મી જાન્યુઆરીના દિવસે ૮૮૫૬૬.૯૨ કરોડ રહ્યો હતો. તમામ લોકો જાણે છે કે પ્રધાનમંત્રી જનધન યોજના ૨૮મી ઓગસ્ટ ૨૦૧૪ના દિવસે શરૂ કરવામાં આવ હતી.
તમામ લોકો માટે બેન્કીંગ સુવિધાના હેતુસર આ યુનિવર્સલ સેવા હાથ ધરવામાં આવી હતી. ઓવરડ્રાફ્ટની મર્યાદા પણ વધારને ૧૦ હજાર રૂપિયા કરવામાં આવ છે. સરકારે હવે ખાતાઓથી ધ્યાન શિફ્ટ કરીને દરેક પરિવારના બેન્ક ખાતા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દરેક પુખ્તવયના ખાતા વગરના વ્યક્તિ પર ધ્યાન અપાઈ રહ્યું છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ૩૪.૧૪ કરોડ ખાતા ધારકો નવેસરના આંકડા મુજબ હોવાનું જાણવા મળ્યું છે. આ ખાતાઓમાં સરેરાશ ડિપોઝીટની રકમ ૨૬૧૫ રૂપિયા છે જે ૨૫મી માર્ચ ૨૦૧૫ના દિવસે ૧૦૬૫ રૂપિયા હતી. જનધન ખાતા ધારકો પૈકી ૫૩ ટકા ખાતા મહિલાઓના છે. ૫૯ ટકા ખાતાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં છે. ડેટા મુજબ ૨૭.૨૬ કરોડ ખાતા ધારકોને રૂપે ડેબિટકાર્ડ જારી કરાયા છે. જેમાં અકસ્માતના ઈન્સ્યોરન્સ કવરને પણ આવરી લેવામાં આવ્યો છે.