જમ્મુ કાશ્મીરમાં પુલવામાં વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ દેશના લોકોમાં જોરદાર નારાજગી છે અને લોકો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવે તેમ ઇચ્છે છે. સંયુક્ત રાષ્ટ્રનુ વલણ ઉદાસીન દેખાઇ રહ્યુ છે ત્યારે ભારતને પોતાની તાકાતનો પરિચય આપીને કાર્યવાહી કરવાની જરૂર છે. વિશ્વના દેશો ભારતની તરફેણમાં હોવાન પ્રતિક્રિયા આપી રહ્યા છે. જા કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તમામ લોકો અને સંરક્ષણ નિષ્ણાંતો માને છે કે યુએનનુ વલણ ભારત અને અન્ય દેશો પ્રત્યે અલગ પ્રકારનુ અને યુરોપિયન દેશો પ્રત્યે અલગ પ્રકારનુ રહે છે. યુરોપના કોઇ દેશ પર હુમલો કરવામાં આવે છે ત્યારે તરત જ પ્રતિક્રિયા આવે છે પરંતુ ભારત પર કેટલાક હુમલા થયા હોવા છતાં શક્તિશાળી સંગઠનનુ વલણ ઉદાસીન રહ્યુ છે.
હાલના વર્ષોમાં નરેન્દ્ર મોદીએ એકપછી એક દેશમાં પ્રવાસ કરીને ત્રાસવાદના મુદ્દા પર જારદાર રીતે રજૂઆત કરી હોવા છતાં તેની અસર દેખાઇ રહી નથી તેવા સંકેત હવે મળી રહ્યા છે. કારણ કે ત્રાસવાદીઓ અને અપરાધીઓને શરણ આપનાર તેમજ તેમને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનની સામે વૈશ્વિક સમુદાય કોઇ નક્કર પગલા લેવામાં નિષ્ફળ છે. અમેરિકા સહિતના દેશોએ કેટલાક પગલા લીધા હોવા છતાં આટલા પગલા પુરતા નથી. પાકિસ્તાનમાં દુનિયામાં સૌથી ખતરનાક ત્રાસવાદીઓ છુપાયેલા છે. આ બાબત તો તમામ જાણે છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી શક્તિશાળી સંસ્થા પણ પાકિસ્તાન પર ત્રાસવાદના મુદ્દા પર કોઇ અસરકારક દબાણ લાવી શકી નથી. યુરોપિયન દેશોનુ વલણ પણ ઉદાસીન રહ્યુ છે. આજ કારણ છે કે ભારત ઉપરાંત યુરોપના દેશો પણ ત્રાસવાદનો શિકાર થઇ રહ્યા છે. ખરાબ અને સારા ત્રાસવાદની વચ્ચે વૈશ્વિક દેશો અટવાયા છે. પાકિસ્તાનની ભાષામાં હવે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ વાત કરી રહી છે. મોદીએ એકપછી એક વિદેશ યાત્રા કરીને ત્રાસવાદના મુદ્દા પર વાત કરી છે અને વિશ્વના દેશોને તેમની પસંદગીની નિતીને ભુલીને એક મંચ પર આવવાની વાત કરી હોવા છતાં તેની અસર દેખાઇ રહી નથી.
ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટને ફગાવી દીધો હોવા છતાં રાજદ્ધારી મોરચે ભારત સરકારની નિષ્ફળતાને આ બાબત પુરવાર કરે છે. સંયુક્ત રાષ્ટ્રના એક પૂર્વગ્રહગ્રસ્ત રિપોર્ટના કારણે માનવ અધિકારના મોરચે ભારત સરકારને ખુલાસા કરવાની ફરજ પડી રહી છે. વિશ્વના દેશો ત્રાસવાદના મુદ્દા પર સહમત થઇ રહ્યા નથી ત્યારે ભારત સરકારે ત્રાસવાદી નેટવર્કને ખતમ કરવા પોતાની રીપોર્ટના આધાર પર કામ કરવાની જરૂર છે. ત્રાસવાદી અડ્ડા ફુંકી મારવા માટે કાર્યવાહી કરવાની જરૂર છે. શÂક્તશાળી દેશ અને પુરતા સંશાધન હોવા છતાં ત્રાસવાદના મોરચે ઉદાસીન વલણ ભારતીય લોકોને નિરાશ કરે છે. સમગ્ર કાશ્મીર ભારતના એક અખંડ હિસ્સા તરીકે છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર દુનિયાને ભારત ફરી એકવાર યાદ અપાવવા માંગે છે કે, સમગ્ર જમ્મુ કાશ્મીર ભારતનો એક અખંડ ભાગ છે. પાકિસ્તાને ભારતના એક હિસ્સા પર બળજબરીપૂર્વક કબજા કરેલો છે. સંયુક્ત રાષ્ટ્રના આ અહેવાલ બાદ આને લઇને રાજકીય રમત પણ શરૂ થાય તેવી શકયતા છે.
જો કે, વિદેશ મંત્રાલય તરફથી પહેલા જ યુએનના એવા અહેવાલને ફગાવી દેવામાં આવ્યો છે કે કાશ્મીરી લોકોના અધિકાર સાથે ચેડા કરવામાં આવે છે. અહેવાલને ફગાવી દેવાતા વિવાદ થવાની શક્યતા હાલમાં ઓછી દેખાઈ રહી છે. ત્રાસવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ચાલી રહેલા ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવાની આક્રમક રણનિતી તૈયાર કરવાની જરૂર છે. ત્રાસવાદીઓના ફંડિગ પર બ્રેક મુકવા વધારે નક્કર પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી છે. ત્રાસવાદીઓ સામે સતત નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવે તો તેમનો ખાતમો શક્ય છે. ત્રાસવાદના મુદ્દે જા હાલની નિતી રહેશે તો રક્તપાત જારી રહેશે સાથે સાથે મોદીની કઠોર નેતા તરીકેની પ્રતિષ્ઠા પણ ખરડાશે. જે તેમના પોતાના માટે પણ રાજકીય રીતે સારી રહેશે નહીં. મોદીની છાપ ભારતીય લોકોમાં એક આક્રમક નેતા તરીકેની રહી છે. આ છાપના કારણે જ તેમને વર્ષ ૨૦૧૪માં લોકોએ પ્રચંડ સત્તા આપી હતી. હવે તેમની કસૌટી છે. પુલવામા ખાતે હુમલો કરવામાં આવ્યા બાદ ભારત પોતાની તાકાતનો પરિચય આપે તેમ લોકો હાલમાં પ્રબળ રીતે ઇચ્છે છે