આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી રહી છે. તેના પગલે તૈયાર હીરાના ભાવમાં પણ કડાકો બોલ્યો છે. આ ભાવ પ્રતિ કેરેટે ૧૦થી ૧૫ હજાર રૂપિયા ઘટી રહ્યા છે. હીરાના ભાવમાં આ કડાકાના લીધે કારખાનેદારોએ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હીરા ઉદ્યોગના મોટાભાગના કારખાનેદારોએ ઉત્પાદન પર કાપ મૂક્યો છે. કારીગરોનો પગારથી લઈને લાઇટબિલનું મેઇન્ટેનન્સ ચૂકવવું પોષાય તેમ નથી. તેના લીધે નાના ઉદ્યોગકારોએ તો મિની વેકેશન જાહેર કર્યુ છે તો મોટા ઉદ્યોગપતિઓએ કામકાજના કલાકો ઘટાડ્યા છે. તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ ૭થી ૧૦ દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે.

છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે. તૈયાર હીરાના પુરતા ભાવ ન મળતાં અમુક ફેક્ટરીઓમાં ૨થી ૩ કલાક સુધી કામના કલાક ઘટાડાયા છે.

જ્યારે નાના યુનિટોએ ૭થી ૧૦ દિવસનું વેકેશન જાહેર કરી દીધું છે. ‘હાલ રફના ભાવ તો ઘટ્યા છે, પરંતુ તૈયાર હીરાના ભાવ મળી રહ્યાં નથી. જેમની હોલ્ડિંગ કેપેસિટી ઓછી છે તેઓ વેકેશન રાખી રહ્યાં છે. અમુક યુનિટે સમય ઘટાડી દીધા છે. પરંતુ તહેવારો આવતા હોવાથી ફરી ડિમાન્ડમાં વધારો થશે.’ લેબગ્રોનની સબસિડી જલદી આપવા રજૂઆતસુરત પણ લેબગ્રોન ડાયમંડમાં આગળ વધે તે માટે સ્થાનિક હીરાવેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકારની સબસિડીની ફાઈલ આગળ વધી રહી નથી.

Share This Article