દિલ્હીમાં છેલ્લા આઠ દિવસથી ધરણા પર બેઠેલા અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રી ધરણા બંધ કરે તેવી શક્યતા દેખાઇ નથી રહી. તેવામાં તેમનો સાથ આપનાર દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત લથડી છે. તેમને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં લઇ ગયા બાદ ડોક્ટરે એવુ કહ્યું છે કે, ગમે ત્યારે સ્થિતિ ગંભીર થઇ શકે છે. અરવિંદ કેજરીવાલ અને બીજા મંત્રી હજૂ પણ ઉપરાજ્યપાલની ઓફિસમાં ધરણા પર છે.
મનીષ સિસોદીયા પહેલા દિલ્હીના સ્વાસ્થ મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હવે મનિષ સિસોદીયાને દાખલ કરવામાં આવ્યા છે. મનીષ સિસોદીયાના શરીરમાં કીટોનનું સ્તર ખતરાના નિશાનથી વધી ગયુ છે.
ઉપરાજ્યપાલના ત્યાં ધરણા પર બેઠેલા મંત્રી સત્યેન્દ્ર જૈનની તબિયત અડધી રાત્રે ખરાબ થતાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. બાદમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આ બાબત પર દિલ્હીની હાઇકોર્ટે ટિપ્પણી કરી છે કે, આ ધરણાનો જલ્દી થી જલ્દી અંત લાવવામાં આવે.