નવી દિલ્હી : ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૨માં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જંગ ખેલાનાર છે. બંને ટીમો વચ્ચે આ મેચ પોઇન્ટ ટેબલમાં તેમની સ્થિતીને સુધારવા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. દિલ્હી કેપિટલ હાલમાં આઠ મેચોમાં પાંચ જીત સાથે બીજા સ્થાને છે. જ્યારે મુંબઇની ટીમ પણ આઠ મેચોમાં પાંચમાં જીત સાથે ત્રીજા સ્થાને છે. જેથી આ મેચ ખુબ રોમાંચક બની શકે છે. ઘરઆંગણે દિલ્હીની ટીમ પાસેથી જારદાર દેખાવની અપેક્ષા છે.
આઇપીએલ-૧૨માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. તમામ ટીમોના સ્ટાર ખેલાડીઓ તેમાં ભાગ લઇ રહ્યા છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.આઈપીએલની શરૂઆત થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર લાંબા સમય સુધી ચાલનાર છે જેથી ક્રિકેટ ચાહકોને એક પછી એક દિલધડક મેચો જોવા મળી રહી છે. હજુ સુધી રમાયેલી મેચોમાં પણ ક્રિસ ગેઇલ, ઋષભ પંત, એન્દ્રે રસેલ, ડેવિડ વોર્નર, રસેલ આર્નોડ, મહેન્દ્ સિંહ ધોનીતેમજ સંજુ સેમસન સહિતના અનેક ખેલાડી ધરખમ બેટિંગ કરી ચુક્યા છે. આ ઉપરાંત પ્રતિબંધ બાદ ક્રિકેટમાં પરત ફરેલા ડેવિડ વોર્નરે પણ આવતાની સાથે જ જોરદાર બેટિંગ કરીને પોતાની કુશળતા દર્શાવી ચુક્યો છે.
ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવણ તક છે. જો કે બીજી બાજુ કેટલાક મોટા સ્ટાર ખેલાડી બેટિંગમાં ફ્લોપ રહ્યા છે. બેંગલોરની ટીમનો દેખાવ અપેક્ષા કરતા ખુબ નભળો રહ્યો છે. આ ટીમ આઠ મેચો પૈકી સાત મેચો હારી ચુકી છે. હવે તે સ્પર્ધામાથી પણ આઉટ થઇ ચુકી છે. રોમાંચક મેચનુ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. દિલ્હી કેપિટલ અને મુંબઇ બંને મેચ જતવા માટે પૂર્ણ તાકાત લગાવી દેવા માટે તૈયાર છે. રોહિત શર્માની ટીમમાં અનેક મજબુત સ્ટાર ખેલાડી રહેલા છે. જેના પર નજર રહેશે.