નવી દિલ્હી : અમૃતસરમાં બ્લાસ્ટ બાદ દેશમાં એલર્ટની જાહેરાત હાલમાં કરવામાં આવેલી છે. દિલ્હીમાં પણ બે ત્રાસવાદીઓ ઘુસી ગયા હોવા હેવાલ મળ્યા છે. જેશના આ બે ત્રાસવાદીઓની વ્યાપક શોધખોળ ચાલી રહી છે. બંને ત્રાસવાદીઓને ઇને ગુપ્ત સ્થળો પર તપાસ ચાલી રહી છે. જા કે હજુ સુધી કોઇ માહિત મળી શકી નથી. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બંને ત્રાસવાદીઓ હુમલાના કાવતરા હેઠળ દિલ્હીમાં ઘુસેલા છે.
આ એલર્ટ બાદ પોલીસે ગેસ્ટ હાઉસ, હોટેલ્સ સહિત તમામ જગ્યાએ શોધખોળ કરી રહી છે. પોલીસના રડાર પર હવે એવા સ્થળ છે જ્યાં વિદેશી લોકો મોટા ભાગે ફરવા માટે પહોંચે છે. દિલ્હી પોલીસે આ બે શકમંદોના ફોટો પણ જારી કર્યા છે. સાથે સાથે એડવાઇઝરી જારી કરવામાં આવી છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે જા ફોટા મુજબ કોઇ દેખાય તો તરત પોલીસને માહિત આપતી આપવા કહેવામાં આવ્યુ છે. બંને શકમંદોના ફોટા શહેરમાં જુદી જુદી જગ્યાએ લગાવી દેવામાં આવ્યા છે.
પોલીસે ફોટો જારી કરીને કહ્યુ છે કે બંને ત્રાસવાદીઓ કોઇ એક માઇલસ્ટોનની નજીક ઉભેલા દેખાય છે. જેના પર દિલ્હી ૩૬૦ કિલોમીટર દુર લખેલુ છે. અત્રે નોંધનીય છે કે વ્યાપક શોધખોળ શરૂ કરવામાં આવ્યા બાદ જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલમાં જેશના સાત ત્રાસવાદીઓ પાટનગરમાં ઘુસી ગયા હોવાના હેવાલ આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી હતી.