દિલ્હી બ્લાસ્ટની ભયંકર તસવીરો જોઈને ધ્રૂજી જશો, લોકોના શરીરના ટુકડાં દૂર દૂર જઈને પડ્યાં, વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો

Rudra
By Rudra 2 Min Read
1 1762792493
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક દોડતી કારમાં વિસ્ફોટ થવાથી 8 લોકોના મોત થયા, જ્યારે બે દર્જનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. (Image – PTI)
3 1762792493
કારમાં વિસ્ફોટ લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસેના રેડ લાઇટ પર થયો હતો. (Image – PTI)
4 1762792492
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, બ્લાસ્ટ વાળી કાર સિવાય આસપાસની ઘણી ગાડીઓ અને ઓટો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. મેટ્રો સ્ટેશનના ઉપરના ભાગમાં લાગેલા કાચના પણ તૂટી ગયા અને આસપાસની દુકાનોને પણ નુકસાન પહોંચ્યું. (Image – PTI)
2 1762792493
મરનાર લોકોમાં સામેલ કેટલાક લોકોના શરીરના ચીથડા ઉડી ગયા. એક શખ્સની લાશ કારની ઉપર જોવા મળી. (Image – PTI)
6 1762792492
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે, ગીચ વિસ્તાર હોવા છતાં, દૂર સુધી અવાજ સંભળાયો હતો. (Image – PTI)
8 1762792493
વિસ્ફોટ પછીનો માહોલ ભયંકર હતો. બળેલા લોકોના શરીર ક્ષત વિક્ષત હાલતમાં ચારે બાજુ વેખેરાયેલા હતા. માનવ શરીરના ટુકડાઓ થઈ ગયા હતા. (Image – PTI)
7 1762792493
બ્લાસ્ટના કારણે અન્ય વાહનો પણ ઝપેટમાં આવી ગયા. નજીકના બાઇક, કાર અને અન્ય વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો. (Image – PTI)
9 1762792493
વિસ્ફોટનો અવાજ અને દહેશતના કારણે ત્યાં ઉપસ્થિત લોકો ધ્રૂજી ગયા હતા. આ ભયંકર ઘટના એ લોકોની આંખો અને દિલમાં છપાઈ ગઈ છે. જે આ ઘટનાના સાક્ષી બન્યાં હતા. (Image – PTI)
5 1762792493
અમિત શાહે જણાવ્યું કે, વિસ્ફોટ I-20 કારમાં થયો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, જે કારમાં વિસ્ફોટ થયો, તે હરિયાણા નંબરની હતી એટલે કે નંબર પ્લેટ HR નંબરની હતી. ખાસ વાત એ છે કે, ગઈ કાલે જ હરિયાણાના ફરીદાબાદમાં પોલીસે 300 કિલો અમોનિયમ નાઇટ્રેટ જપ્ત કર્યું હતુ. (Image – PTI)
10 1762792493
જે કારમાં બ્લાસ્ટ થયો, તે નદીમ ખાન નામના વ્યક્તિના નામથી નોંધાયેલી હતી. આ વચ્ચે દિલ્હીમાં સિક્યોરિટી એલર્ટ કરી દેવામાં આવી છે. (Image – PTI)

 

Share This Article