નવી દિલ્હી : અયોધ્યમાં ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે હવે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદે આરપારની લડાઇ લડવા માટેનો નિર્ણય કરી લીધો છે. આની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આના ભાગરૂપે રામ મંદિરના નિર્માણને લઇને દબાણ લાવવા નવમી ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં વિરાટ રેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સંસદના શિયાળ સત્ર પહેલા દિલ્હીના રામ લીલા મેદાનમાં આના માટે નવમી ડિસેમ્બરે ભવ્ય રેલી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આને લઇને પહેલાથી જ સંઘ અને વિહિપ દ્વારા જોરદાર તૈયારી પણ શરૂ કરવામાં આવી છે. આ રેલીમાં આઠ લાખ લોકો પહોંચે તેવી શક્યતા દેખાઇ રહી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો પણઁ પહોંચનાર છે. હજુ સુધી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ વિરાટ રેલીમાં સંઘના તમામ મોટા નેતા પહોંચનાર છે. અખિલ ભારતીય સંત સમિતિની તરફથી આયોજિત કરવામાં આવેલી આ રેલી મારફતે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવામાં આવનાર છે. કેન્દ્ર સરકારને વટહુકમ લાવીને રામ મંદિર નિર્માણ માટે માર્ગ મોકળો કરવા રજૂઆત કરવામાં આવનાર છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે આ મામલા સાથે જાડાયેલી સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળી દીધી છે.
જેના કારણે સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોમાં નારાજગી દેખાય છે. કોર્ટે કહ્યુ છે કે તે આ મામલાને યોગ્ય બેંચને સોંપી દેશે. આ બેંચ જ ત્યારબાદ તારીખ અંગે નિર્ણય કરી શકશે. સુપ્રીમ કોર્ટના આ પ્રકારના વલણ બાદ નારાજગી વધી રહી છે. સુપ્રીમ કોર્ટના આવા વલણ બાદ અયોધ્યમાં રામ મંદિરના નિર્માણને લઇને આંદોલન વધારે તીવ્ર બની રહ્યા છે. રામ મંદિર નિર્માણ માટે કાનુન બનાવવા માટેની માંગ વધુને વધુ તીવ્ર બની રહી છે. બીજી બાજુ સંઘે ૨૫મી નવેમ્બરના દિવસે અયોધ્યા, નાગપુર, બેંગલોરમાં જનાગ્રહ રેલી યોજવાનો નિર્ણય કર્યો છે. આ રેલીનો હેતુ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લોકોનુ સમર્થન એકત્રિત કરવાનો છે.અત્રે નોંધનીય છે કે વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટે ૨૯મી ઓક્ટોબરના દિવસે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. હવે જાન્યુઆરી ૨૦૧૯માં આ બાબતને લઇને નિર્ણય કરવામાં આવશે કે કઇ બેંચની સામે આ મામલાની સુનાવણી કરવામાં આવેશે અને કઇ તારીખે સુનાવણી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરી એકવાર ટાળી દેતા જુદા જુદા હિન્દુ સમુદાયમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ હતુ. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જા કે ટુંકા ગાળામાં જ મામલાની સુનાવણીને જાન્યુઆરી સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જાસેફની બનેલી બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી.તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલનઝીરની બેંચે છેલ્લા ચુકાદામાં સાત વર્ષ જુની અરજી પર વહેલીતકે સુનાવણી આડેની અડચણોને દૂર કરી હતી.અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને આ અરજી દાખલ કરવામાં આવી હતી. સાથે સાથે પેન્ડિંગ અરજીઓને પાંચ જજની બેંચ સમક્ષ મોકલી દેવાની મુÂસ્લમ પાર્ટીઓની અપીલને પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બહુમતિ સાથે ચુકાદો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જિદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જિદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જાગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજા હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થિતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો.