નવી દિલ્હી: રેલવે પ્રવાસીઓને વધુને વધુ સારી સુવિધા આપવાની દિશામાં રેલવે દ્વારા તૈયારી કરવામાં આવી છે. હવે દિવાળી પહેલા દિલ્હી અને મુંબઇ વચ્ચે વધુ એક રાજધાની એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની તૈયારી કરવામાં આવી છે. જા તમામ બાબતો યોજના મુજબ આગળ વધશે તો આ ટ્રેન દિવાળી પહેલા શરૂ કરી દેવાશે. રેલવે અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે દિલ્હી-મુંબઇ વચ્ચે દોડનાર આ સૌથી ઝડપી ટ્રેન તરીકે રહેશે. હાલમાં દિલ્હી અને મુંબઇ વચ્ચે બે રાજધાની ઓગષ્ટ ક્રાન્તિ રાઝધાની અને મુંબઇ દિલ્હી રાજધાની એક્સપ્રેસ ચાલી રહી છે.
ખુશીની બાબત એ છે કે બીજી ટ્રાયલ રન સફળ રહ્યા બાદ કાઉન્ટ ડાઉનની પ્રક્રિયા ચાલી રહી છે. આ નવી રાજધાનીમાં એલએચબી કોચ લગાવવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે મુંબઇથી દિલ્હી વચ્ચે આ ટ્રેન ૧૩ કલાક અને ૫૦ મિનિટના સમયમાં પહોંચી જશે. હાલમાં રેલવે આ ટાર્ગેટને ધીમી ગતિથી વધારી દેનાર છે. વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ કહ્યુ છે કે તમામ બાબતો યોગ્ય રીતે આગળ વધી રહી છે. ટ્રેનમાં લગાવવામાં આવેલા બે એÂન્જન તેની સ્પીડને વધુ વધારી શકશે.જેથી લોકોના કિંમતી સમયને બચાવી શકાશે.
ટ્રેન સામાન્ય રીતે ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.વેસ્ટર્ન રેલવેના અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે ટ્રેનમાં એલએચબી કોચ મુકવામાં આવનાર છે. ટ્રેનને કમ સે કમ ૯૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવવાની તૈયારી ચાલી રહી છે. મુંબઇ-દિલ્હી રેલવે કોરિડોરમાં કોઇ તકલીફ છે કે કેમ તેની તરફ પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. પ્રવાસીઓને મોટી રાહત મળી શકે છે. મુંબઇ અને દિલ્હી વચ્ચે મોટા પાયે ટ્રાફિકની સ્થિતી જાવા મળે છે. આવી સ્થિતીમાં લોકોને રાહત મળશે.