દિલ્હી-લંડનની ફ્લાઈટ એક મુસાફરની હરકતોથી ટેકઓફ કરીને એરપોર્ટ પર પાછી ફરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, એક મુસાફરને મહિલા ક્રૂ મેમ્બર સાથે ઘર્ષણ થયું હતુ. એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઇ-૧૧૧ની આ ઘટના છે. એરલાઈને પેસેન્જરની ફરિયાદ દિલ્હી એરપોર્ટ પોલીસમાં નોંધાવી છે. મળતી માહિતી મુજબ, વિમાન સોમવારે સવારે લંડન જવા રવાના થયું હતું. ટેક ઓફ થયાના થોડા સમય બાદ જ એક પુરુષ મુસાફરે વિચિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું હતું. તેણે મહિલા ક્રૂ મેમ્બરો સાથે ઝઘડો શરૂ કર્યો. સમજાવટ બાદ પણ તે ના રોકાયો અને મહિલા સ્ટાફને માર માર્યો. આ પછી બીજી મહિલાએ કેબિન ક્રૂના વાળ ખેંચવાનું શરૂ કર્યું. એર ઈન્ડિયા દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના ટેક ઓફ થયાના ૧૫ મિનિટ પછી જ બની હતી. એરલાઈને કહ્યું કે આ મામલે પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપી મુસાફરની પણ અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહિલા કેબિન ક્રૂને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. એરલાઈન્સ તરફથી નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે પહેલા પેસેન્જરને લેખિત અને મૌખિક ચેતવણી આપવામાં આવી હતી. પણ તે શાંત બેઠો નહોતો. ત્યારબાદ તેણે મહિલા કેબિન ક્રૂ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને એરપોર્ટ પર પાછી લાવવામાં આવી હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more