પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ફરી એકવાર હુમલાવર થયા છે. તેમણે પોતાના ભાષણમાં ભાજપ પર મોટો હુમલો બોલ્યો છે. માલદામાં આયોજિત એક જનસભામાં પોતાના સંબોધન દરમિયાન મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ખોટું બોલવા અને જનકલ્યાણના કામ ન કરવાનો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ પોતાના ભાષણમાં કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું હતું કે, આ દિલ્હીના નેતા ચૂંટણીમાં ખોટું બોલે છે, ખોટાં વાયદાઓ કરે છે પરંતુ, પૈસા નથી આપતા. પોતાના રાજ્યના પૈસા અમને જ નથી મળતા.
સરકાર એ પૈસાથી અર્થનીતિ નહીં પરંતુ, રાજનીતિ કરી રહી છે, કોઈ જનકલ્યાણના કામો નથી કરી રહી. હાલમાં જ મમતા બેનર્જીએ આંદમાન નિકોબારના કેટલાક દ્વીપોના નામ બદલવાને લઈને પણ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પહેલ માત્ર એક લોકપ્રિયતા હાંસલ કરવા માટે કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે પોતે જ ૧૯૪૩માં બે દ્વીપોના નામ ક્રમશઃ શહીદ અને સ્વરાજ રાખ્યા હતા.
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ૧૨૬મી જયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ૨૧ દ્વીપોનું નામકરણ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર કરાયા બાદ મમતા બેનર્જીની આ પ્રતિક્રિયા સામે આવી હતી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આજે માત્ર લોકપ્રિયતા મેળવવા માટે કેટલાક લોકો દ્વીપોના નામ શહીદ અને સ્વરાજ રખાયા હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ, આ સત્ય નથી. નેતાજીએ સેલુલર જેલના પ્રવાસ દરમિયાન આ દ્વીપોના આ નામો રાખ્યા હતા. આ અગાઉ પણ મમતા બેનર્જીએ કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપની વિચારધારા આત્મકેન્દ્રિય થવાનું છે. સંવિધાનનું પાલન કરવું આપણી મજબૂરી છે, પરંતુ આજે ઈતિહાસ, ભૂગોળ, રાજકારણને ભૂલવવામાં આવી રહ્યા છે. શિક્ષણ અને સંસ્કૃતિને બદલવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હું દેશમાં એકતા ઈચ્છું છું. સંઘીય ઢાંચાને મજબૂત કરવા માંગુ છું. સમગ્ર ભારતમાં અભૂતપૂર્વરીતે ટીએમસી સરકાર વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. મમતા બેનર્જીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તમારે વિનમ્રતા સાથે લોકોની વાત સાંભળવી પડશે.