દિલ્હીમાં વિજળી-પાણીને લઇને BJPનો હલ્લાબોલ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વિજળી અને પાણીની સમસ્યાને લઇને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પાસે જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મનોજ તિવારીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારે માત્રામાં ચંદજગીરામ અખાડામાં ભેગા થયા હતા. જ્યાં પહેલા મનોજ તિવારી અને મહામંત્રી રાજેશ ભાટિયાએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

બાદમાં સૂત્રોચાર કરતા કેજરીવાલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પ્રદર્શન કરતા ભારે માત્રા પાલીસનો કાફલો પણ તૈનાત હતો. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બેરિકેડ ઉપર ચડીને સી.એમ આવાસ તરફ જવાની કોશિષ શરૂ કરી ત્યારે પોલિસે તેમને હિરાસતમાં લઇ લીધા હતા.

ભારતીય જનતા પાર્ટીના દિલ્હી અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યુ કે, સાડા ત્રણ વર્ષ થઇ ગયા તેમ છતાં વિજળી અને પાણીની સમસ્યા સોલ્વ નથી થઇ. વિજળીના વધતા જતા રેટ જનતાને રડાવી રહ્યાં છે. હવે આ હરકતનો જવાબ અરવિંદ કેજરીવાલ કેવી રીતે આપશે તે જોવુ રહ્યુ.

Share This Article