જજનો અભદ્ર વીડિયો મામલે દિલ્હી હાઈકોર્ટનો આદેશ, સરકારે સોશિયલ મીડિયા પર તેને બ્લોક કરવો જોઈએ, વીડિયોમાં દેખાતા જજ પણ સસ્પેન્ડ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિલ્હી હાઈકોર્ટે બુધવારે મોડી રાત્રે આદેશ જારી કર્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. તેને વાયરલ થતા રોકવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ વીડિયો રાઉઝ એવન્યુ કોર્ટના જજનો છે. જેઓ તેમની કેબિનમાં એક મહિલા સાથે વાધાજનક સ્થિતિમાં જોવા મળે છે. આ મહિલા તેમના સ્ટાફમાં કામ કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે. આદેશ જારી કરતા જસ્ટિસ યશવંત વર્માએ કહ્યું કે વીડિયોથી વ્યક્તિના ગોપનીયતા અધિકારોનું હનન થવાની સંભાવના છે. તેથી તેને બ્લોક કરવો જોઈએ. જો કે આ ઓર્ડર પહેલા જજને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વીડિયોને વાયરલ થતા રોકવાની અરજી વીડિયોમાં દેખાતી મહિલા દ્વારા કરવામાં આવી છે.

મહિલાનું કહેવું છે કે આ વીડિયો બનાવટી છે. અને ટાઈમ સ્ટેમ્પ દર્શાવે છે કે આ વીડિયો માર્ચ ૨૦૨૨માં શૂટ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્‌સમાં કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં વીડિયો રેકોર્ડ થયો છે. જિલ્લા સેશન્સ કોર્ટે પણ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બાબતની તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવી રહી છે. દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે જો શારીરિક સંબંધ સંમતિથી બની રહ્યા હોય તો તમારા પાર્ટનરની જન્મતારીખને ન્યાયિક ચકાસણી જરૂરી નથી. સગીર સાથે બળાત્કારના કેસમાં એક વ્યક્તિને જામીન આપતા કોર્ટે આ વાત કહી. હકીકતમાં યુવતીએ કોર્ટમાં યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તે પોતાને સગીર જણાવી રહી હતી.

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે અમિતાભ બચ્ચનનું નામ, અવાજ અને ફોટાનો મંજુરી વગર ઉપયોગ કરાવ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે આ વચગાળાનો આદેશ તેમની એક અરજી પર આપ્યો હતો, જેમાં તેમને પબ્લિસિટી અને પર્સનાલિટી અધિકારો જોઈતા હતા. હાઈકોર્ટે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ સેવાઓને તેમના દ્વારા બતાવવામાં આવેલ કન્ટેન્ટને દૂર કરવાનો આદેશ પણ આપ્યા હતા.

Share This Article