નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એક બહુમાળી ઇમારતમાં આજે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેમાં છ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ભીષણ આગ અંગે માહિતી મળ્યા બાદ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતા તરત જ ફાયરબ્રિગ્રેડની ટીમ પહોંચી ગઇ હતી. પાંચથી ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ૨૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.
આગની ઘટનામાં દાજી ગયા બાદ દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીના જાકીરનગર વિસ્તારમાં મોડી રાત્રે ઉંચી ઇમારતમાં આગ ફાટી નિકળી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ કાફલો પણ પહોંચી ગયો હતો. બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. આગની ચપેટમાં ૨૦થી વધુ લોકો આવી ગયા હતા. થોડાક સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
જો કે એ વખત સુધી મોડે થઇ ગયુ હતુ. છ લોકોના આગના કારણે મોત થઇ ગયા હતા. ૨૦ દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીની ફાયર ટીમના કહેવા મુજબ આગની ઘટનામાં ૧૧ લોકો દાજી ગયા હતા. તેમને હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં બહુમાળી ઇમારતમાં લાગેલી આગની ઘટનાના કારણે અંગે હજુ માહિતી મળી શકી નથી.બીજી બાજુ આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ હજુ સુધી થઇ શકી નથી.