નવી દિલ્હી : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કરોલબાગ નજીક સ્થિત હોટેલ અર્પિત પેલેસમાં આજે વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે ઓછામાં ઓછા ૧૮ લોકો બળીને ભડથુ થઇ ગયા હોવાના હેવાલ મળ્યા છે. આ ભીષણ આગમાં અનેક લોકો દાજી ગયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આગ હોટેલના ઉપરના હિસ્સામાં લાગી ગયા બાદ તે ઝડપથી અન્યત્ર ફેલાઇ ગઇ હતી. હોટેલમાં રોકાયેલા લોકોએ જાન બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. કેટલાક લોકો તો ઉપરથી કુદી ગયા હતા.
બચાવ અને રાહત કામગીરી આગની ઘટના અંગે માહિતી મળ્યા બાદ તરત જ હાથ ધરવામાં આવી હતી. દાજી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બચાવ અને રાહત કામગીરીમાં ફાયર બ્રિગેડન ટુકડીઓ તરત જ જાડાઇ ગઇ હત. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આગ પર કાબુ મેળવ લેવા આસપાસના તમામ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ટુકડી પહોંચી ગઇ હતી. કલાકોથી આ કામગીરી ચાલી રહી છે જા કે હજુ સુધી સંપૂર્ણ પણે સ્થિત કાબુમાં આવી નથી. ફાયર બ્રિગેડને પણ ભીષણ આગ પર કાબુ મેળવી લેવા માટે જહેમત ઉઠાવવાની ફરજ પડી હતી. મધ્ય દિલ્હીના કારોલબાગ સ્થિત હોટેલમાં આ આગ લાગી હતી. ફાયર સર્વિસના જવાનો અને પોલીસ ટુકડી બચાવ અને રાહત કામગીરીમાં તરત વ્યસ્ત બની હતી. ચાર કલાકથી પણ વધુ સમય સુધી ચાલેલા બચાવ ઓપરેશન વેળવા ૫૦થી પણ વધારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા તે લોકો પૈકી ૩૨ને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાજી ગયેલી હાલતમાં લોકોને ખસેડી લેવામાં આવ્યા બાદ ૧૫ના મોત થયા હતા. આગ લાગવા માટેનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી.
જો કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ જાણવા મળ્યુ છે. ફાયર વિભાગ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. દાજી ગયેલા લોકોને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોતના આંકડાને લઇને સત્તાવાર આંકડો જારી કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં આ આગની ઘટનાને હાલના સમયની સૌથી મોટી ઘટના તરીકે ગણવામાં આવે છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાના પ્રયાસો પણ બીજી બાજુ હાથ ધરવામાં આવ્યા છે. જો કે તમામ મૃત્યુ પામેલા લોકો ખરાબ રીતે દાજી ગયા હોવાના કારણે તેમની ઓળખ તરત જ કરી શકાઇ નથી. બનાવની જાણ થતા મિનિટોના ગાળામા જ ફાયર બ્રિગેડની ટુકડી પહોંચી ગઇ હતી. બનાવની જાણ થયા બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ગયા હતા. જો કે વહેલી પરોઢે આગ લાવવાન ઘટના બની હોવાથી ફાયર ટીમને ટ્રાફિક ઓછા પ્રમાણમાં હોવાથી વહેલી તકે પહોંચી જવામાં સફળતા મળી હતી. જેથી મોટી ખુવારી ટાળી દેવામાં ફાયર અને પોલીને સફળતા મળી છે. જો કે આગ ખુબ ભીષણ હતી.