દિપીકાએ રણવીર માટે લખ્યો ખાસ બર્થ ડે મેસેજ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

6 જુલાઇ બોલિવુડના હેંડસમ હંક રણવીર સિંઘનો બર્થ ડે હતો. ત્યારે આખા બોલિવુડ સહિત તેના ફેન્સ દરેક લોકોએ તેને બર્થ ડે વિશ કર્યુ હતુ. ત્યારે તેની જ પ્રેમિકા દિપીકા કેવી રીતે પાછળ રહી જાય. મોડો તો મોડો પણ તેણે બર્થ ડે વિશ કર્યુ હતુ. દિપીકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બુમરેન્ગ સ્ટોરી મુકી હતી અને તેના પર લખ્યુ હતુ કે રણવીરસિંધ હોટ્ટી ઇટ્સ યોર બર્થ ડે..

સોશિયલ મિડીયા પર વિશ કરેલા આ બર્થ ડે વિશને દિપીકાના કેટલાક ફેન દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો. રણવીર અને દિપીકા 10 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાવાના છે. રણવીર કે દિપીકાએ આ બાબતે કોઇ પણ પબ્લિક કમેન્ટ આપી નથી. તેમ છતાં તેવી ચર્ચા છે કે, બંને નવેમ્બરમાં પરણી જશે. કારણકે દિપીકા તેની આગામી ફિલ્મોની શૂટિંગમાંથી નવેમ્બર મહિનાની તારીખ કોઇને આપી રહી નથી અને રણવીર પણ તેની ફિલ્મ ગલી બોયનુ શૂટિંગ પતાવીને નવી ફિલ્મ સાઇન કરવાનો નથી. આ દરેક બાબત તો તેમના લગ્નના જ એંધાણ આપે છે.

Share This Article