નવી દિલ્હીઃ મેડમ તુસાદ્સના મ્યુઝિયમમાં દુનિયાના અનેક સ્ટાર્સ પોતાનું સ્થાન મેળવી ચૂંક્યા છે, હવે આ સિતારોઓની સાથે બોલીવુડની અભિનેત્રી પણ જોવા મળશે, જે તેની સુંદરતા અને અભિનય માટે ખૂબ જ જાણીતી છે અને લોકોને પ્રભાવિત કર્યા છે. મેડમ તુસાદ્સ મ્યુઝિયમ ખાતે જે અભિનેત્રી જોવા મળશે તે છે, બોલિવુડની જાણીતી અભિનેત્રી દિપીકા પાદુકોણ.
દિપીકાનું પહેલુ મીણનું ફિગર ૨૦૧૯ની શરૂઆતમાં લંડનમાં લોંચ કરવામાં આવશે, જ્યારે દિલ્હીના મુલાકાતીઓ અને તેના પ્રશંસકો માટે કેટલાંક મહીનાઓ બાદ લોંચ કરવામાં આવશે. દુનિયાના જાણીતા કલાકારો દ્વારા તૈયાર કરવમાં આવનાર દિપીકાનું આંકર્ષક ફિગર પ્રશંસકોને પોઝ કરવા, સંવાદ કરવા અ ગ્લેમરનો એવો અનુભવ આપશે જે તેમણે પહેલા ક્યારેય મેળવ્યો નહિં હોય.

મેડમ તુસાદ્સના વિશેષજ્ઞોની ટીમે તેમની ફિગરના અનુરૂપ જરૂરી તમામ મહત્વપૂર્ણ સિટિંગ માટે લંડનમાં દિપીકા પાદુકોણ સાથે મુલાકાત કરી જ્યાં તેમણે અધિકૃત ફિગર બનાવવા માટે જરૂરી ૨૦૦થી વધુ માપ અને ફોટાઓ લીધા હતા.
દિપીકા પાદુકાણે જણાવ્યું કે મેડમ તુસાદ્સ દિલ્હી પાસેથી મળેલા સમ્માનને લઇને ખૂબ જ ખુશ છું. વિશેષજ્ઞોની ટીમની સાથે મુલાકાત એક ખાસ અનુભવ હતો અને હું મેડમ તુસાદ્સમાં શ્રેષ્ઠ ફિગરની આશા રાખી રહી છું.
રમતની દુનિયાની જાણીતી પ્રતિભા પ્રકાશ પાદુકોણની પુત્રી દિપીકાએ આ વર્ષે ટાઇમ ૧૦૦ની યાદીમાં દુનિયાના સૌથી પ્રભાવિત વ્યક્તિત્વના યાદીમાં સ્થાન મેળવ્યું છે. ખૂબ જ ટૂંકાગાળામાં દિપીકાએ ઘણી પ્રશંસા મેળવી છે અને સતત એક દાયકાથી તે પોતાના પ્રશંસકો અને ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઊતરતી આવી છે. તેને શ્રેષ્ટ સ્ટાઇલ માટે ઓળખવામાં આવે છે અને પોતાની આંતરરાષ્ટ્રીય ઓળખ પણ બનાવી ચૂંકી છે. ફિલ્મફેર, આઈફા, એશિયન ફિલ્મ એવોર્ડ, સીએનએન-આઇબીએન, ઇંડિયન ઓફ ધ યર, પાપલ્સ ચોઇસ સહિત ઘણા એવોર્ડ મેળવી ચૂકી છે.
મર્લિન ઇંટરનેશનલ ઈંડિયા પ્રઇવેટ લિમિટેડના મહપ્રબંધક અને નિદેશક અંશુલ જૈને જણાવ્યું કે બોલીવુડમાં વિતેલા કેટલાંક વર્ષો દરમ્યાન આવેલી અભિનેત્રીઓમાંથી દિપીકા ખૂબ જ પ્રતિભાશાળી છે. તેમના પ્રશંસકોની સંખ્યા ખૂબ જ વધુ છે અને સમગ્ર દુનિયામાં ઝડપથી વધી રહી છે. તેમની સુંદરતાએ દેશ અને દુનિયાના કરોડો લોકોના દિલ જીતી લીધા છે. અમને દિલ્હી મ્યુધિમ ખાતે તેમના ફિગરની જાહેરાત કરતા ખૂબ જ ખુશી થઇ રહી છે. અમને આશા છે કે મુલાકાતીઓને ચોક્કસપણે તેમનું ફિગર પસંદ આવશે.
