બ્રહ્માસ્ત્ર ૨માં દીપિકા પાદુકોણ પાર્વતીનો રોલ કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રણબીર કપૂર અને આલિયાએ સાથે કામ કર્યું હોય તેવી પહેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલિઝ થાય તે પહેલાં જ મેકર્સે સેકન્ડ પાર્ટની તૈયારી શરૂ કરી દીધી છે. અયાન મુખરજીએ ફિલ્મની સીક્વલમાં નવા કેરેક્ટર્સ ઉમેરવાનું નક્કી કર્યું છે. સીક્વલમાં મહાદેવ અને પાર્વતી નામના બે કેરેક્ટર નવા આવશે અને તેમાં પાર્વતીના રોલ માટે દીપિકા પાદુકોણને ફાઈનલ કરવામાં આવી છે.  બ્રહ્માસ્ત્રના એન્ડમાં દીપિકા પાદુકોણનો કેમિયો છે અને તેના આધારે જ સેકન્ડ પાર્ટની શરૂઆત થશે. ફિલ્મના મેકર્સે મહાદેવના રોલ માટે પણ એક્ટર ફાઈનલ કર્યો છે. જો કે તેનું નામ હજુ એનાઉન્સ થયું નથી.

ફર્સ્ટ પાર્ટમાં શિવા અને ઈશાની સ્ટોરી છે, જેનું બીજું નામ મહાદેવ અને પાર્વતી પણ છે. બધા કેરેક્ટર એકબીજા સાથે જોડાયેલા છે. અયાન મુખરજી મોડર્ન માઈથોલોજી બનાવી રહ્યા છે અને તેના મૂળિયા ભારતમાં ઘણાં ઊંડા છે.  અયાન મુખરજી ત્રણ પાર્ટમાં બ્રહ્માસ્ત્ર બનાવી રહ્યા છે. પહેલા પાર્ટનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે અને તેમાં શાહરૂખ ખાનનો કેમિયો છે અને શાહરૂખ પાસે પણ કેટલાક સુપરપાવર છે. રણબીર અને આલિયાની પહેલા પાર્ટની ફિલ્મને કેવો રિસ્પોન્સ મળે છે તેના પર સીક્વલની બે ફિલ્મનું ભાવિ રહેલું છે. પહેલી ફિલ્મ સક્સેસ રહે તો ૨૦૨૩ સુધીમાં સીક્વલનું શૂટિંગ શરૂ થઈ જશે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ફિલ્મ રિલિઝ થવાની છે અને ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. તેને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રિલિઝ કરવામાં આવશે.

Share This Article