ફિલ્મ પદ્માવત બાદ દિપીકા પાદુકોણની આગામી ફિલ્મ કઈ હશે તે અંગે વારંવાર ચર્ચા થતી હતી. જો કે હવે સામે આવ્યું છે કે આગામી ફિલ્મ માટે દિપીકા પાદુકોણે ડિરેક્ટર મેઘના ગુલઝાર સાથે હાથ મિલાવ્યો છે. આ ફિલ્મની સ્ટોરી એસિડ એટેકની શિકાર લક્ષ્મી અગ્રવાલની સ્ટોરી પર આધારિત હશે.
દિપીકા પાદુકોણ એક્ટિંગની કરવાની સાથે સાથે આ ફિલ્મને પ્રોડ્યુસ પણ કરશે. આ ફિલ્મ સાથ દિપીકા પ્રોડ્યુસર તરીકે ડેબ્યુ કરશે.
ફિલ્મ વિશે દિપીકાએ કહ્યું,’જ્યારે મેં સ્ટોરી સાંભળી તો હું ઉંડાણમાં સરી પડી. આ ફક્ત એક હિંસાની જ નહીં, તાકાત, સાહસ, આશા અને જીતની સ્ટોરી છે. આ સ્ટોરીનો મારા પર એટલો પ્રભાવ પડ્યો કે મને લાગ્યું કે હવે વ્યક્તિગત અને રચનાત્મક રીતે આગળ વધવાનો સમય છે, એટલે મેં ફિલ્મ પ્રોડ્યુસ રકરવાનો નિર્ણય લીધો.’
મેઘના સાથે કામ કરવા અંગે દિપીકા પાદુકોણ કહે છે, ‘હું મેઘનાના કામથી ખાસ્સી પ્રભાવિત છું, અને તેની સાથે કામ કરવાને લઈ રોમાંચિત પણ છું. આશા છે કે આ ફિલ્મ અમારી સફની શરૂઆત હશે.’
લક્ષ્મી એક વિનમ્ર બેકગ્રાઉન્ડથી આવે છે. 2005ના વર્ષમાં 15 વર્ષની ઉંમરે નવી દિલ્હી બસ સ્ટેન્ડ પર લક્ષ્મી એસિડ એટેકનો શિકાર બની હતી. લક્ષ્મી પર એસિડ ફેંકનાર વ્યક્તિ તેનાથી બમણી ઉંમરનો હતો, તેના પરિવારને પણ ઓળખતો હતો. હુમલાખોર શખ્સ લક્ષ્મી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ લક્ષ્મીએ તેને સ્પષ્ટ ના કહી દીધી હતી.
લક્ષ્મીની સ્ટોરી દ્વારા ફિલ્મમાં દેશમાં થતા એસિડ એટેકથી બચવા માટે જરૂરી પાસાને સમજવાનો પ્રયાસ કરાશે, મેડિકલ, કાયદાકીય અને સામાજિક સ્થિતિ જે એસિડ હુમલા બાદ સર્જાય છે, ભોગ બનનાર વ્યક્તિની જિંદગી નર્ક બની જાય છે.
જો કે ફિલ્મમાં હુમલાના 10 વર્ષ બાદની સફર દર્શાવાશે પરંતુ આ ફિલ્મનો મહત્વનો હિસ્સો સુપ્રીમ કોર્ટમાં થયેલી પીઆઇએલ લેશે, જેણે 2013માં એસિડ એક્ટમાં સંશોધન કરવા ફરજ પાડી હતી.
જુદી જુદી સ્ટોરી સાથે આ ફિલ્મ એક ઈન્વેસ્ટિગેટિવ સ્ટોરી છે, જેમાં કોર્ટ રૂમ ડ્રામા હશે. જો ટૂંકમાં કહીએ તો આ ફિલ્મ નિર્વિવાદિત રીતે માનવીની લાગણીની જીતની કથા છે.