ફિલ્મ પદ્માવત 300 કરોડના ક્લબમાં સામેલ થઇ ગઇ છે અને હાલમાં જ ફિલ્મે 50 દિવસ પૂર્ણ કર્યા છે ત્યારે દિપીકા સંજય લીલા ભણસાલીને મળવા ગઇ હતી.પદ્માવત ફિલ્મમાં રાજપૂતની વીરતા દર્શાવવામાં આવી છે અને જોહરનો સીન ફિલ્મમાં પ્રાણ ફૂંકવાનું કામ કરે છે.
દિપીકાએ સંજય લીલા ભણસાલીને કહ્યું કે જોહરના ક્લાઇમેક્સ વાળા સીનમાં જે કોશ્ચ્યુમ તેણે પહેર્યા હતા તે તેને આપી દો કારણકે જોહરનો સીન અને રાજપૂતાણી કપડા તેના દિલથી ખૂબ નજીક છે. જેથી તેણે જોહરના કોશ્ચ્યુમને હંમેશ માટે પોતાની પાસે રાખી લેવો છે. પોતાના અમૂલ્ય ખજાનામાં આ કિમતી પળોને કેદ કરી લેવા માંગે છે.
દિપીકાએ કહ્યું હતુ કે પદ્માવત એ ફક્ત ફિલ્મ નથી, એક જર્ની છે જે હંમેશા તેને યાદ રહેશે તેણે ઘણું બધુ પહેલી વાર આ ફિલ્મ દ્વારા અનુભવ્યુ હતું. ખાસ કરીને જોહરના સીન માટે તેણે જે મહેનત કરી હતી અને તે સીન કર્યા બાદની જે અનૂભુતી હતી તેને દિપીકા શબ્દોમાં વર્ણવી શકતી નથી.
પદ્માવત એ દિપીકાની 7મી ફિલ્મ છે જે 100 કરોડના ક્લબમાં સામેલ થઇ છે. દિપીકા એ હાલની બોલિવુડની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસ છે.