કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની સફળતા અંગે માહિતી આપી હતી મિશન શક્તિ નામથી આ ઓપરેશનમાં ભારતે લો અર્થ ઓર્બીટમાં નિષ્ક્રિય રહેલા એક સેટેલાઇટને તોડી પાડ્યું હતું. આને લઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. મમતાએ આને રાજકીય ઘોષણા તરીકે ગણાવી હતી. મમતાએ કહ્યું હતું કે આ ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે. આના કારણે પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવશે.
આ બાબત વૈજ્ઞાનિકોને કહેવાની જરૂર હતી પરંતુ મોદીએ આની ક્રેડિટ મેળવી છે. માત્ર સેટેલાઇટ નષ્ટ કરવામાં આવ્યું છે. આની કોઇ જરૂર ન હતી. સેટેલાઇટ લાંબા સમયથી પડેલો હતો. વૈજ્ઞાનિકોને વિશેષાધિકાર છે કે, તેમને શું કરવાનું છે. સમયને લઇને મમતા બેનર્જીએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. બીજી બાજુ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, એક કલાકનો સમય રિઝર્વ કરવાના ઇરાદા સાથે આ જાહેરાત કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદી ચૂંટણી આચારસંહિતાનો ખુલ્લી રીતે ભંગ કરી રહ્યા છે.