રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજયના વર્ગ-૪ના કર્મચારીઓને ૩પ૦૦નું દિવાળી બોનસ જાહેર કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની રાજય સરકારે દિવાળીના તહેવારો સમયે વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાની પરંપરાને જાળવી છે. જેના કારણે વર્ગ-૪ના ૩પ,૮૦ર કર્મચારીઓ દિવાળીના તહેવારો વધુ આનંદ ખુશીથી મનાવી શકશે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત પંચાયતના વર્ગ-૪ના કર્મચારીઓ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, બિન સરકારી શાળાઓ અને કોલેજના વર્ગ-૪ના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટા ઇન એઇડ સંસ્થાસના વર્ગ-૪ના કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે. રાજય સરકારના આ નિર્ણયથી રાજયની તિજોરી ઉપર અંદાજે ૧૪ થી ૧પ કરોડનો બોજો પડશે તેમ પણ પટેલે અંતમાં જણાવ્યું હતું.