અમદાવાદ : નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજય સરકારે કર્મચારીઓના પ્રશ્ને હંમેશા ઉદાર વલણ અપનાવ્યુંં છે, તે પ્રમાણે ૧ર હજારથી વધુ પંચાયત તલાટીઓના હિતમાં રાજય સરકારે લીધેલા નિર્ણયની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પંચાયત અને મહેસૂલના તલાટીઓ પ્રત્યેર સપ્રમાણ ન્યાલયી વલણ રાખવા પંચાયત તલાટી મહામંડળની રજૂઆત અન્વયે અગાઉના પરિપત્રને રદ કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
જેનાથી વર્ષોથી ફરજ બજાવતા તલાટીઓમાં ઉભી થયેલી પગાર વિસંગતતા દૂર થશે. નાયબ મુખ્યમંત્રી પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ તલાટી મહામંડળની હડતાળ વખતે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, આદિજાતી વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા, સામાજિક ન્યાળય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર સહિતના મંત્રીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા-વિમર્શ કરી તલાટીઓના પ્રશ્નનું નિરાકરણ કરવા પ્રયત્ન્ કર્યો હતો.
આજે રાજયના નાયબ મુખ્યયમંત્રી અને નાણા મંત્રીના અધ્યયક્ષસ્થામને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર, પંચાયત રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર અને ઉપરાંત નાણા, મહેસૂલ, પંચાયત અને સામાન્યપ વહીવટ વિભાગના ઉચ્ચા અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં તલાટીઓના પ્રશ્નોના નિરાકરણ માટે વિચાર-વિમર્શ બાદ આ નિર્ણય લેવાયો હતો. રાજય સરકારના આ નિર્ણયથી પંચાયત વિભાગના તલાટીઓ હવેથી મહેસૂલ તલાટી જે પ્રમાણે જે પગાર ધોરણમાં પ્રમોશન મેળવે છે, તે જ પ્રમાણે હવે બઢતી અને ઉચ્ચ તર પગારનો લાભ મેળવતા થશે. રાજય સરકારના આ નિર્ણયથી બાર હજાર કરતાં વધુ પંચાયત કેડરના તલાટીઓને લાભ થશે.