કુંભ વેળા ૨૪ એકમોને બંધ રાખવા માટે નિર્ણય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગાઝિયાબાદ : ગંગા નદીને સ્વચ્છ રાખવા અને નદીમાં પ્રદૂષણને રોકવાના હેતુસર ગાઝિયાબાદમાં ૨૪ ઔદ્યોગિક એકમોને કુંભ મેળા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નદીમાં પ્રદૂષિત પાણીના પ્રવાહને રોકવાના હેતુસર આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઇન્ડસ્ટ્રીય યુનિટોમાં કતલખાનાઓ, પેપર મિલ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે જેની પાસે અસરકારક ટ્રિટમેન્ટ પ્લાન્ટ નથી તેમને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાઝિયાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ રિતુ મહેશ્વરી દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત વિભાગોને સરકારના આદેશને અમલી કરવા માટે ખાસ શબ્દોમાં સૂચના આપવામાં આવી છે. કુંભ મેળાને લઇને તમામ તૈયારીઓ યુદ્ધનાધોરણે ચાલી રહી છે. બંધ રાખવાના આદેશો તરત અમલી કરી દેવામાં આવ્યા છે. ચોથી માર્ચના દિવસે કુંભ મેળાની પુર્ણાહૂતિ સુધી આદેશો અમલી રહેશે.

Share This Article