નવી દિલ્હી : મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ ઉપર મુકવામાં આવેલા જાતિય સતામણીના આરોપને લઇને કાવતરાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે. રંજન ગોગોઇ પર મુકવામાં આવેલા જાતિય સતામણીના આરોપને કથિતરીતે કાવતરા તરીકે ગણાવવામાં આવ્યા બાદ આ મામલાની સુપ્રીમ કોર્ટે પૂર્ણરીતે તપાસ કરવનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આવા કાવતરા અને સનસનાટીપૂર્ણ દાવામાં ઉંડી તપાસ થશે. જો ફિક્સર પોતાના હિસાબથી ન્યાયપાલિકાની સાથે છેડછાડ કરતા રહે છે તો આ સંસ્થા અને અમારામાંથી કોઇ વ્યક્તિ બચી શકશે. સીજેઆઈ ઉપર આરોપના કાવતરામાં તપાસ કરવામાં આવશે. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આરએફ નરિમન, દિપક ગુપ્તાની બેંચે આની સાથે સાથે સમગ્ર મામલામાં કાવતરાના દાવા કરનાર વકીલ ઉત્સવસિંહને ગુરુવાર સુધી એક એફિડેવિટ દાખલ કરવા માટે આદેશ કર્યો છે.
બુધવારના દિવસે સુનાવણી દરમિયાન દાવો કરાયો હતો કે, તેમની પાસે આ કાવતરાને સાબિત કરવા માટે અન્ય નક્કર પુરાવા પણ છે ત્યારબાદ કોર્ટે આના માટે એફિડેવિટ દાખલ કરવા માટે કહ્યું છે. આ સમગ્ર મામલામાં આવતીકાલે સુનાવણી કરવામાં આવનાર છે. જજનું કહેવું છે કે, આમા તપાસ કરવામાં આવશે. દાવાના જડ સુધી પહોંચવાના પ્રયાસ કરાશે. દાવામાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક ફિક્સર ન્યાયપાલિકાની છાપને ખરાબ કરવા અને તેની સાથે ચેડા કરવાના પ્રયાસ કરી રહ્યા છે. જા આવા લોકો પોતાનું કામ કરતા રહે છે તો અમારામાંથ કોઇપણ બચી શકશે નહીં. સિસ્ટમમાં ફિક્સિંગની કોઇપણ પ્રકારની ભૂમિકા નથી. અમે આની તપાસ કરીશું.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, જાતિય સતામણીના આરોપોની તપાસ માટે એક હાઉસ પેનલ તપાસ કરશે પરંતુ ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવી રહેલા કાવતરામાં તપાસ થવી જાઇએ. આના માટે એસઆઈટી બનાવીને તપાસ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનર, સીબીઆઈ પ્રમુખ અને આઈબીના ડિરેક્ટરને પણ કોર્ટમાં ઉપÂસ્થત થવા માટે સૂચના આપી છે. કોર્ટમાં જવાબદાર અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મામલો પણ જોરદારરીતે ચમકે તેવી શક્યતા છે. બજી બાજુ આરોપો બાદ સીજેઆઈએ કહ્યું હતું કે, તેઓ નિર્દોષ છે અને તેમની છાપને નુકસાન પહોંચાડવા માટે આક્ષેપ કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સામે શોષણના આરોપોની તપાસ માટે આંતરિક સમિતિની રચના પણ કરાઇ છે જેમાં જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં વધુ બે જસ્ટિસ સામેલ છે. એક મહિલા જસ્ટિસ પણ છે.