મહારાષ્ટ્રમાં ખેડુત અને મરાઠા અનામતના મુદ્દા ચૂંટણીમાં મુખ્ય રીતે ચમકનાર છે. ખેડુતોના મુદ્દે હાલમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વધારે અસરકારક દેખાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં હાલમાં ખેડુતોના મુદ્દા પર રાજનીતિ ગરમ થયેલી છે. કોંગ્રેસના શાસનમાં પણ ખેડુતો દ્વારા મોટાપાયે આત્મહત્યા કરવામાં આવી રહી હતી. જ્યારે આજેપણ ખેડુતો દ્વારા આત્મહત્યાનો સિલસિલો જારી રહ્યો છે. આવી સ્થિતીમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટી આ મુદ્દાને સારી રીતે રજૂ કરવાની સ્થિતીમાં નથી. જેથી બંને પાર્ટી આ મુદ્દાને કઇ રીતે રજૂ કરે છે તે બાબત ઉપયોગી સાબિત થનાર છે. ૭૦ વર્ષના મધુકર સોપતેની પિડા રાજયના ખેડુતોની સ્થિતીને સમજી લેવા માટે પુરતી છે. સોપતે કહે છે કે ૧૨ વર્ષમાં પડનાર કુંભમાં દેશના કરોડો લોકો પહોંચે છે. પોતાના કષ્ટને દુર કરવા માટે લોકો ડુબકી લગાવે છે. તેઓ પાંચ કુંભમાં કેટલીક ડુબકી લગાવી ચુક્યા છે પરંતુ કષ્ટ હજુ રણ વધી રહ્યા છે. આ વખતે મહારાષ્ટ્રમાં ખેડુતોની સમસ્યા મુખ્ય મુદ્દા તરીકે રહેનાર છે. મરાઠા અનામત આંદોલન પણ રાજકીય ગરમી વધારી શકે છે. પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે દબાણ લાવવાના ઇરાદાથી ૪૦ હજાર ખેડુતો માર્ચ કરીને મુંબઇ પહોંચ્યા હતા. કેટલીક માંગણી સ્વીકારી લેવામાં આવી હતી. કેટલીક માંગ અંગે ખાતરી આપવામાં આવી હતી. છતાં સ્થિતી આજે એ છે કે ખેડુતોને વારંવાર માર્ગો પર દેખાવ કરવાની ફરજ પડે છે. ખેડુતોની આત્મહત્યાના કારણે મહારાષ્ટ્રની ચર્ચા હમેંશા દેશમાં રહે છે.
અહીં જુદા જુદા વિસ્તારમાં ખેડુતોની આત્મહત્યા સૌથી વધારે પ્રમાણમાં છે. આના માટે વિવિધ કારણો સપાટી પર આવી રહ્યા છે. ખેડુતોના મુદ્દા પર રાજનીતી ગરમ છે. ખેડુત નેતા રવિકાંત તુપકર કહે છે કે સવા ચાર વર્ષથી ખેડુતો ભારે પરેશાન થયેલા છે. હવે ચૂંટણીમાં અમે અમારી તાકાત દર્શાવવા માટે તૈયાર છીએ. જે અમારી સાથે આવવા માટે ઇચ્છુક છે તેમનુ સ્વાગત છે. જા કે એક બાબત તો નક્કી છે કે આગામી સરકાર રાજ્યમાં ખેડુતોની રહેનાર છે. શેરડી, કપાસ, કેળા, કેરી અને અન્ય પાક અહીં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. વાત માત્ર ખેડુતોની પિડાને સમજી લેવા માટેની નથી. ખેડુતોની સ્થિતીની અવગણના કરવામાં આવી રહી છે. ખેડુતોની પિડાને સમજી લેવાના પ્રયાસ કયારેય કરવામાં આવ્યા નથી. કોંગ્રેસના શાસનમાં પણ ખેડુતો આત્મહત્યા કરી રહ્યા હતા અને આજે પણ કરી રહ્યા છે. સરકારના કામકાજને લઇને જેટલી વાતો હાલમાં થઇ રહી છે તેટલી વાતો પહેલા ક્યારેય થઇ ન હતી કેટલાક કહે છે કે પહેલા એમ માનતા હતા કે ભાજપ આવશે તો કઇક કરશે પરંતુ આ આશા પણ બેકાર ગઇ છે. ખેડુતોના કહેવા મુજબ તેમની લાઇફમાં કોઇ ફેરફાર થયા નથી. મહારાષ્ટ્રમાં ખેડુતો એક બાજુ નારાજ દેખાઇ રહ્યા છે. આ નારાજગીની અસર ચૂંટણીમાં કોના પર વધારે થશે તે બાબત પર ચર્ચા ચાલી રહી છે. જા કે એક બાબત તો નક્કી છે કે જે પાર્ટી શાસનમાં હોય છે તે પાર્ટીને કોઇ પણ ચૂંટણીમાં શાસન વિરોધી લહેરનો સામનો કરવો પડે છે. હાલમાં આના પરિણામ ભાજપે ભોગવ્યા છે. કારણ કે હિન્દી પટ્ટાના ત્રણ રાજયો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઇ છે.
આવી સ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી માટે મહારાષ્ટ્રમાં પણ કેટલાક પડકારો છે. આવી સ્થિતીમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસને સાવધાન થઇ જવાની જરૂર છે. બીજી બાજુ તેમના માટે બીજી મુશ્કેલ બાબત એ છે કે શિવ સેનાએ જ સાથી પક્ષ હોવા છતાં ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે હાલના દિવસોમાં આડેધડ નિવેદન કર્યા છે. આના કારણે ગઠબંધનમાં કેટલાક મુદ્દા પર ખેંચતાણ છે. શિવ સેના અને ભાજપ સાથે રહીને ચૂંટણી મેદાનમાં ઉતરનાર છેપરંતુ તેમની વચ્ચે ખેંચતાણનો અંત આવે તે જરૂરી છે. કારણ કે ખેંચતાણ તેમના માટે નિરાશાજનક પરિણામ લાવી શકે છે. જા કે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે પણ કોઇ વધારે સારી સ્થિતી રહી નથી. મહારાષ્ટ્રમાં ખેડુતોનો મુદ્દો હાલમાં સૌથી મોટો મુદ્દો છે. આ મુદ્દા પર રાહુલ ગાંધી હાલમાં સૌથી અસરકારક સાબિત થઇ રહ્યા છે. તેમની ત્રણ રાજ્યોમાં સરકાર બન્યા બાદ લોન માફીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેથી મહારાષ્ટ્માં તેમને ફાયદો થશે.