આરોગ્યને નુકસાન કરવાના મામલે અન્ય કારણો કરતા પ્રદુષણ સૌથી વધારે મોટા કારણ તરીકે છે. પ્રદુષણની અસર માથાના વાળથી લઇને પગના નખ સુધી થાય છે. આનાથી વધારે નુકસાન તો શરીરના મહત્વપૂર્ણ અંગો જેમ કે ફેફસા, હાર્ટ, કિડની, લિવર, સ્કીન અને આંખ પર થાય છે. બીજી ડિસેમ્બરના દિવસને દર વર્ષે પ્રદુષણ બચાવ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જુદા જુદા અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં દર વર્ષે ૧૨ લાખ કરતા વધારે લોકોના મોત પ્રદુષણ સંબંધિત બિમારીના કારણે થાય છે. પ્રદુષણની સૌથી માઠી અસર બાળકો પર થાય છે. અસ્થમા, ફેફસા,ની બિમારીના કારણે વધારે અસર થાય છે. સ્ટ્રેસ અને અન્ય તકલીફો પણ પ્રદુષણના કારણે વધી રહી છે. વિશ્વના સૌથી વધારે પ્રદુષિત શહેરોની વાત કરવામાં આવે તો તેમાં ભારતના ૧૨ શહેરો રહેલા છે. પ્રદુષણના સંબંધ અર્થવ્યવસ્થા સાથે પણ રહેલા છે.
બિમારીઓ પર વધારે ખર્ચના કારણે ગરીબીમાં વધારો થઇ રહ્યો છે. દેશમાં આજે પણ ૮૦ ટકા વસ્તી પ્રદુષિત પાણી પીવા માટે લાચાર છે. પ્રદુષણની ઓળખના પણ કેટલાક સંકેતો મળે છે. પ્રદુષણની સૌથી વધારે અસર શ્વાસના રસ્તા પરથી જઇને ફેફસા અને શ્વસન ક્રિયા પર થાય છે. આના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આંખ અને સ્કીન પર બળતરા થાય છે. ગળામાં પણ બળતરા થાય છે. સવાર પડતાની સાથે ખાસી થાય છે. પ્રદુષણ કઇ રીતે ફેલાય છે તે અંગે પુછવામાં આવે તો આનો જવાબ એ છે કે તે બે પ્રકારથી ફેલાય છે. પ્રકૃતિમાં વન્ય વિસ્તારોમાં આગ, જવાળામુખી ફાટવાની ઘટના અને ધુળ ભરેલી આંધી ચાલે છે. આના કારણે પ્રદુષણ ફેલાય છે. આ ઉપરાંત માનવી પ્રદુષણ મુખ્યરીતે ગાડી, પાવર પ્લાન્ટ, ફેક્ટરીથી નિકળનાર ધુમાડા, સ્પ્રે અને વાર્નિશના ગેસ ઉપરાંત ખેતીમાં કાપણી બાદ સળગાવી દેવામાં આવતી પરાળના કારણે જે ધુમાડા થાય છે તેનાથી પ્રદુષણ ફેલાય છે.
પર્યાવરણ અને પ્રદુષણને નુકસાન પહોંચાડી દેનાર ત્રણ મુખ્ય ગેસ રહેલા છે. જેમાં નાઇટ્રોજન ડાઇઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોનનો સમાવેશ થાય છે. કોલસા અને પેટ્રોલિયમ પદાર્થોને સળગાવી દેવાના કારણે આ ગેસ સર્જાય છે. તેની ફેફસા પર સીધી અસર થાય છે. અસ્થમા, ટીબી, અને ફેફસાના કેન્સરનો ખતરો આના કારણે રહે છે. યાદશક્તિ પર પણ માઠી અસર થાય છે. આ ઉપરાંત સલ્ફર ડાયોક્સાઇડ પણ નુકસાન કરે છે. ગાડીઓના ઘુમાડાના કારણે આ ગેસ ફેલાય છે. તેની આંખ અને શ્વાસ નળી પર અસર થાય છે. આંખમાં બળતરા થાય છે. શ્વાસ નળીમાં બળતરા થાય છે. ઇન્ફેક્શનનો ખતરો પણ રહે છે. સલ્ફર ડાયોક્સાઇડ વધારે હોવાની સ્થિતિમાં એસિડ વરસાદ થાય છે. ગ્લોબલ વોર્મિંગ, એસી, ફ્રીઝમાં ભરવામાં આવતા ગેસ મુખ્ય કારણ તરીકે છે. આની પણ ફેફસા પર અસર થાય છે. ૨.૫ માઇક્રોન કરતા નાના રણજણો ફેફસા અને શ્વાસ નળીને નુકસાન કરે છે. આનાથી નાના કણ લોહીની નળીમાંથી બહાર નિકળીને હાર્ટ અને કિડનીને નુકસાન કરે છે.
ઓક્સીજનની કમી ના કારણે દિમાગ પર અસર થાય છે. ૦.૧ માઇક્રોનના કણ સીધી રીતે દિમાગ સુધી પહોંચી જાય છે. તે અંગોની સાથે સાથે સેલ્સને પણ ડેમેજ કરી નાંખે છે. બચાવ કઇ રીતે કરવામાં આવે તેના પ્રશ્નનો જવાબ એ છે કે પ્રદુષિત સ્થળો પર જવાનુ ટાળવાની જરૂર હોય છે. આંખની સુરક્ષા માટે સનગ્લાસ લગાવવાની જરૂર હોય છે. હેલ્થી ડાઇટનુ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. પાણી વધારે પ્રમાણમાં પિવાની જરૂર હોય છે. પ્રાણાયામ પ્રદુષણથી બચાવે છે. જુદા જુદા પ્રકારના યોગથી ફાયદો થાય છે. સ્વચ્છ વાતાવરણમાં કસરત કરવાથી ફાયદો થાય છે. પ્રદુષણના અસરને ઘટાડી દેવા માટે વિવિધ પગલા લઇ શકાય છે.