લાહોર : શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી મૃત્યુદંડની સજા સંભળાતી હોય? કદાચ સાંભળ્યું ન હોય. આવું પાકિસ્તાનમાં થવાનું છે. આ કેસ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને લશ્કરી શાસક પરવેઝ મુશર્રફ સાથે સંબંધિત છે. મુશર્રફના મૃત્યુના નવ મહિના બાદ હવે તેમની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. શું વિશ્વાસ નહિ આવતો ને.. જાે હકીકતમાં, પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક પરવેઝ મુશર્રફને દોષિત ઠેરવવા સંબંધિત વિવિધ અપીલો પર સુપ્રીમ કોર્ટ આવતા શુક્રવારથી સુનાવણી શરૂ કરશે. આ વિવિધ અપીલોમાં પરવેઝ મુશર્રફની અપીલનો પણ સમાવેશ થાય છે, જેમાં તેમણે તેમની મૃત્યુદંડની સજાને રદ કરવાની વિનંતી કરી હતી. પરવેઝ મુશર્રફને દેશદ્રોહના કેસમાં પાકિસ્તાનની વિશેષ અદાલતે ફાંસીની સજા સંભળાવી હતી. જેની સામે મુશર્રફે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી… ૧૭ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ, જસ્ટિસ વકાર અહમદ સેઠ, જસ્ટિસ નઝર અકબર અને જસ્ટિસ શાહિદ કરીમની બનેલી ત્રણ જજાેની વિશેષ અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ અને લશ્કરી શાસક પરવેઝ મુશર્રફને બંધારણના ઉલ્લંઘન બદલ કલમ ૬ હેઠળ દેશદ્રોહનો દોષી ઠેરવ્યો હતો. આ પછી મુશર્રફની ગેરહાજરીમાં ફાંસીની સજાની જાહેરાત કરવામાં આવી હતી. જાે કે સ્પેશિયલ કોર્ટના આ ર્નિણય પર પાકિસ્તાન સેનાએ નારાજગી વ્યક્ત કરી હતી. આ પછી લાહોર હાઈકોર્ટે મુશર્રફની ફાંસીની સજા રદ કરી હતી. ખાસ વાત એ છે કે ૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ લાહોર હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટની બેંચની રચનાને ગેરબંધારણીય ગણાવી હતી. લાહોર હાઈકોર્ટના જણાવ્યા અનુસાર વિશેષ અદાલતની રચના કેબિનેટની મંજૂરી વગર કરવામાં આવી હતી. તેને આધાર તરીકે લેતા કોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો… સ્પેશિયલ કોર્ટના ર્નિણયને ગેરબંધારણીય જાહેર કરવાના લાહોર હાઈકોર્ટના ર્નિણય બાદ સિંધ હાઈકોર્ટ બાર એસોસિએશને ૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ તેને પડકાર્યો હતો. જેમાં એસોસિએશને આ ર્નિણય રદ કરવાની માંગ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાહોર હાઇકોર્ટનો ર્નિણય સર્વોચ્ચ અદાલતો દ્વારા નિર્ધારિત કાયદા તેમજ ૨૦૧૯ના લાહોર હાઇકોર્ટ બાર એસોસિએશન કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશની વિરુદ્ધ છે. જેમાં સર્વોચ્ચ અદાલતને બંધારણને નષ્ટ કરવા બદલ વિશેષ અદાલત દ્વારા મુશર્રફને આપવામાં આવેલી સજાને પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી હતી. હવે પરવેઝ મુશર્રફના મૃત્યુના ૯ મહિના બાદ તેમની ફાંસીની સજા રદ કરવાની તેમની અપીલ પર સુનાવણી થશે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ચીફ જસ્ટિસ કાઝી ફૈઝ ઈસા, જસ્ટિસ સૈયદ મન્સૂર અલી શાહ, જસ્ટિસ અમિનુદ દીન ખાન અને જસ્ટિસ અતહર મિનાલ્લાની ચાર સભ્યોની બેંચ આ કેસની સુનાવણી કરશે. નોંધનીય છે કે મુશર્રફે પોતાના વકીલ સલમાન સફદર મારફત સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીને દોષિત ઠરાવવાની વિનંતી કરી હતી. અરજીમાં તેણે કહ્યું હતું કે આ કેસ બંધારણ સાથે સંબંધિત નથી, તેની સામે ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરવામાં આવી હતી… ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું દુબઈમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં બીમારીના કારણે નિધન થયું હતું. વર્ષ ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. પરવેઝ મુશર્રફ આ યુદ્ધના આર્કિટેક્ટ હતા. જેમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનને હરાવી વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો.
મોહમ્મદ રફીની 100મી જન્મજયંતિ અંતર્ગત મ્યુઝિકલ પ્રોગ્રામ “સાઝ ઔર આવાઝ”નું આયોજન કરાયું
મોહમ્મદ રફીના અવાજ વગર હિન્દી સિને સંગીતની કલ્પના પણ કરી શકાય નહીં. તેમના શાસ્ત્રીય સંગીત પર આધારિત ગીતોની પણ અદભુત...
Read more