જીવલેણ કેન્સરની બિમારીની સામે જંગ જીતી જનાર મોટા મોટા ભાગના લોકોના મોત હાર્ટ સાથે સંબંધિત બિમારીના કારણે થાય છે. હાલમાં જ કરવામાં આવેલા અમેરિકી સંશોધનમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. અમેરિકી નિષ્ણાંતોએ વ્યાપક શોધ બાદ દાવો કર્યો છે કે મોટા ભાગના જે દર્દીઓ કેન્સરની સામે જંગ જીતી જાય છે તેમને અન્યત્ર બિમારીના કારણે ખતરો રહે છે.
અભ્યાસ દર્શાવે છે કે મોટા ભાગના કેન્સરના દર્દીઓ બચી ગયા બાદ હાર્ટની બિમારીથી જાન ગુમાવી દે છે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ કેન્સરથી બચી ગયેલા લોકો હાર્ટની બિમારીમાં ગ્રસ્ત થઇ જાય છે. કેન્સરથી બચી ગયેલા લોકોમાં હાર્ટની બિમારીનો ખતરો અને તેના કારણે મૃત્યુ પામવાનો ભય છ ગણો વધી જાય છે. કેન્સરની લડાઇ લડીને જીતી ગયેલા લોકોની સામે ખતરો રહે છે. કારણ કે જુદા જુદા પ્રકારની વ્યાપક દવા કેન્સરની સામે લડાઇ વેળા આપવામાં આવે છે. કેન્સરના કારણે લડાઇ લડીને જીતી ગયેલા ૧૧ ટકા લોકોના મોત સ્ટ્રોક, હાર્ટની બિમારી અને અન્ય બિમારીના કારણે થાય છે.
૫૫ વય પહેલા જે લોકોએ પણ કેન્સરની સામે જંગ જીત્યો છે તે વ્યક્તિ માં હાર્ટ સાથે સંબંધિત બિમારીનો ખતરો ૧૦ ગણો વધારે થાય છે. પેન સ્ટેટ કોલેજ ઓફ મેડિસીનના નિલોલસ જાસર્કીએ માહિતી આપતા કહ્યુ છે કે જેટલા લોકો કેન્સરની જીવલેણ બિમારીથી બચી રહ્યા છે તેમનામાં ખતરો વધારે રહે છે. આના માટે કેટલાક કારણો રહેલા છે. જે લોકો આવી બિમારીથી બચેલા રહેશે તેમને અન્ય બિમારીનો ખતરો રહે છે.
તબીબો દ્વારા વ્યાપક અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે ૭૫-૮૪ વર્ષની વય ધરાવતા કેન્સર પિડિતમાં તેમની વયમાં સામાન્ય કરતા ૨.૪ ગણા સુધી હાર્ટના મોતનો ખતરો રહે છે. પરંતુ જેમને કેન્સરની તકલીફ નથી તેમને ખતરો રહે છે. કિમોથેરાપીવાળી દવાનો ખતરો વધારે રહે છે. ૩૨૨૪૨૫૬ કેન્સરના દર્દીઓ પૈકી ૩૮ ટકા કેન્સરથી જ્યારે ૧૧.૩ ટકા હાર્ટ સંબંધિત રોગથી મૃત્યુ પામે છે. ૧૯૭૩ અને ૨૦૧૨ વચ્ચે ઓછામાં ઓછા એક વર્ષના ગાળા દરમિયાન જુદા જુદા પ્રકારના કેન્સર થાય છે. આ તમામ પ્રકારના કેન્સરથી લોકોના મોતની તુલનામાં હાર્ટ સાથે સંબંધિત રોગના કારણે મોતનો આંકડો વધારે હતો. આની સાથે જ ૫૫ વર્ષની વયથી પહેલા કેન્સરથી પિડિત લોકોમાં હાર્ટ રોગના કારણે મૃત્યુ પામનાર લોકોનો ખતરો ૧૦ ગણો વધારે રહ્યો છે. કિમોથેરાપીમાં ઉપયોગ કરવામાં આવતી દવાના કારણે આ બાબત શક્ય રહેલી છે. જે હાર્ટને ભારે નુકસાન કરે છે. તબીબો અને વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે તબીબોને આ લોકોમાં ઉંડી તપાસ કરવાની જરૂર દેખાઇ રહી છે.
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પિતા પાસેથી પુત્રને મળનાર વાઇ ક્રોમોઝોમ દ્વારા પુત્રને હાર્ટની બિમારી હોઇ શકે છે. ત્રણ હજારથી વધારે પુરૂષોના ડીએનએના અભ્યાસના આધારે આ તારણ આપવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકોને એવુ જાણવા મળ્યું છે કે પિતામાં એક ખાસ પ્રકારના વાઇ ક્રોમોઝોમ હોય છે. જે હાર્ટની બિમારીના ખતરાને ૫૦ ટકા સુધી વધારી છે. દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત મેગેઝિન પૈકી એક ધ લોસેન્ટમાં પ્રકાશિત અહેવાલમાં ધડાકો કરવામાં આવ્યો છે કે બ્રિટનમાં દરેક પાંચ પૈકી એક પુરૂષમાં ખાસ ક્રોમોઝોમ .૧૧ ટકા લોકોના મોત સ્ટ્રોક અને હાર્ટ સાથે જોડાયેલી બિમારીના કારણે થઇ રહ્યા છે. કિમોથેરાપીવાળી દવાનો ખતરો વધારે છે શરીરમાં કોલેસ્ટ્રોલ વધારવાનું પણ કામ કરે છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે પુરૂષોને હાર્ટની બિમારી મહિલાઓની સરખામણીમાં દસ વર્ષ પહેલા થઇ જાય છે. ૪૦ વર્ષની વયમાં બે પુરૂષો પૈકી એકમાં હાર્ટની બિમારી થવાનો ખતરો રહે છે. જ્યારે મહિલાઓમાં ત્રણ પૈકી એક મહિલાઓને હાર્ટની બિમારી થવાનો ખતરો રહે છે. અસ્ત વ્યસ્ત લાઇફ સ્ટાઇલ અને બ્લડપ્રેશરના કારણે પણ હાર્ટની તકલીફ થઇ શકે છે.
પરંતુ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાઇ ક્રોમોઝોમ આના માટે મુખ્ય કારણ છે. આના કારણે બ્રિટનમાં દર વર્ષે હજારો પુરૂષોના મોત થઇ જાય છે. યુનિવર્સિટી ઓફ લિસેસ્ટરના ડોક્ટર મૈકીજની ટીમે ત્રણ હજારથી વધારે એવા બ્રિટીશ લોકોને ધ્યાનમાં લીધા જે લોકો વચ્ચે બ્લડ રિલેશન ન હતા. આ લોકોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે ૯૦ ટકા પુરૂષોમાં વાઇક્રોમોઝોમના બે રૂપ પૈકી એક છે. તાજેતરના સમયમાં જુદી જુદી લાઇફ સ્ટાઇલના કારણે નાની વયમાં પણ હાર્ટની જુદી જુદી બિમારીઓ ઘર કરવા લાગી ગઇ છે. અન્ય તકલીફો પણ વધી રહી છે તેવા સમયમાં અભ્યાસના તારણ આવ્યા છે.