કોલ્હાપુર : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં એક એવો બનાવ પ્રકાશમાં આવ્યો છે જેને ચમત્કાર કહેવો કે પછી કોઈની બેદરકારી કહેવી. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ચમત્કારિક બનાવ સામે આવ્યો છે જેમાં મરેલો માણસ જીવતો થયો હતો. 65 વર્ષીય પાંડુરંગ ઉલ્પે નામના શખ્સને હાર્ટ એટેક આવ્યો હતો જેને કારણે તેમને હોસ્પિટલ લઈ જવાયાં હતા પરંતુ ડોકટરોએ તેમને મૃત જાહેર કરી દીધાં, આ પછી તેમની ડેડબોડીને એમ્બ્યુલન્સ દ્વારા ઘેર લઈ જવામાં આવી રહી હતી ત્યારે વચ્ચે એક ચમત્કારિક ઘટના બની હતી. હકીકતમાં તેમની ડેડબોડી લઈ જતી એમ્બ્યુલન્સ સ્પીડ બ્રેકર સાથે અથડાતાં જોરથી ઉછળી હતી અને તેને કારણે અંદર મૃત પડેલા પાંડુરંગમાં જીવ આવ્યો હતો અને તેમની આંગળોમાં હલનચલન જોવામાં આવી હતી જે પછી ઘેર ન લઈ જતાં એમ્બ્યુલન્સને ફરી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ડોક્ટરોએ ફરી સારવાર શરુ કરી હતી જેમાં પાંડુરંગ ભાગ્યશાળી નીકળ્યા અને તેમનો જીવ બચી ગયો. હવે સોમવારે તેમને હોસ્પિટલમાંથી તેમને સકુશળ રજા મળી છે અને તેઓ સાજા છે.
આ ઘટનાને યાદ કરતાં પાંડુરંગે કહ્યું કે “હું ચાલીને ઘરે આવ્યો હતો અને ચાની ચૂસકી લીધા પછી બેઠો હતો. મને ચક્કર અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવાઈ. હું બાથરૂમમાં ગયો અને ઉલ્ટી થઈ. મને યાદ નથી કે પછી શું થયું, જેમાં મને હોસ્પિટલ કોણ લઈ ગયું. આ ઘટનામાં ચમત્કાર કે બેદરદારી પણ હોઈ શકે છે. ડોકટરોએ જોયા જાણ્યા વગર ઉતાવળમાં પાંડુરંગને મૃત જાહેર કરી દીધાં હોઈ શકે છે પરંતુ સ્પીડ બ્રેકરની ટક્કરથી તેમનામાં હલનચલન થઈ અને તેઓ જીવતાં થયા.