અમેરિકન પોલીસ મોતનું કારણ તપાસવામાં લાગી
અમેરિકાના મેસેચ્યુસેટ્સમાં ભારતીય મૂળના એક અમીર દંપતિ અને તેમની દિકરી ૧૧ બેડરૂમ અને ૧૩ બાથરૂમવાળા પોતાની આલિશાન હવેલીમાં મૃત મળ્યા છે. જે ઘરમાં તેમની લાશ મળી છે, તેની કિંમત ૫ મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે ૪૨ કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ મળેલી જાણકારી અનુસાર શરૂઆતમાં આ કેસ ઘરેલુ હિંસા સાથે જાેડાયેલો લાગી રહ્યો છે. જણાવી દઈએ કે ૨ વર્ષ પહેલા જ આ પરિવારની કંપની દેવાદાર પણ થઈ ચૂકી હતી, હાલમાં પોલીસ મોતનું કારણ તપાસવામાં લાગી છે.. નોરફોક ડિસ્ટ્રિક એટોર્ની માઈકલ મોરિસસે જણાવ્યું કે રાકેશ કમલ, તેમની પત્ની ટીના કમલ અને તેમની ૧૮ વર્ષની દિકરી એરિયાનાનો મૃતદેહ ગુરૂવાર સાંજે લગભગ ૭.૩૦ કલાકે ડોવર સ્થિત તેમના આલિશાન ઘરમાંથી મળ્યો, ડોવર ક્ષેત્ર મેસેચ્યુસેટ્સની રાજધાની બોસ્ટન શહેરથી લગભગ ૩૨ કિલોમીટર દુર દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. જાે કે આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યુ હતું. ટીના કમલે ગયા વર્ષે ૨૦૨૨માં દેવાદાર થઈ ગયાની અરજી કરી હતી અને તેમના ઘર પર નોટિસ પણ લગાવી દેવામાં આવી હતી.. ટીના અને તેમના પતિ રાકેશ પહેલા એડુનોવા નામની શિક્ષણ ક્ષેત્ર સાથે જાેડાયેલી કંપની ચલાવતા હતા, જાે કે ત્યારબાદ તે બંધ થઈ ગઈ હતી. એટોર્ની મોરિસસે ઘટનાને ઘરેલુ હિંસા ગણાવી છે અને કહ્યું કે રાકેશ કમલની ડેડ બોડી પાસેથી એક બંદુક પણ મળી છે. ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ મુજબ મોરિસસે જે જણાવવાથી ઈનકાર કરી દીધો કે શું પરિવારના ત્રણેય સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે અને તેમને કોણે માર્યા છે. તેમને કહ્યું કે આ હત્યા છે કે આત્મહત્યા, તેની પર પણ કંઈક કહ્યા પહેલા તે મેડિકલ રિપોર્ટના પરિણામની રાહ જાેઈ રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ તે આ વિશે આગળ કહેશે.. ડિસ્ટ્રિક એટોર્નીએ હાલ આ મોતની પાછળના ઉદ્દેશ્ય પર અટકળો લગાવવાનો ઈનકાર કર્યો છે. તેમને કહ્યું કે તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને અમારી સંવેદના કમલ પરિવારની સાથે છે. જણાવવામાં આવી રહ્યું છે કે કમલ પરિવાર થોડા વર્ષોથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. દસ્તાવેજાે મુજબ કમલ દંપતિની કંપની વર્ષ ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી પણ ડિસેમ્બર ૨૦૨૧માં તે બંધ થઈ ગઈ. ટીના કમલને એડુનોવાની વેબસાઈટ પર કંપનીના ર્ઝ્ર્રંં બતાવ્યા છે. તેમાં તેમને હાર્વડ યૂનિવર્સિટી અને દિલ્હી યૂનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી પણ બતાવ્યા છે.. ડિસ્ટ્રિક એટોર્નીએ જણાવ્યું કે તેમના વિશે ગંભીર રીતે તપાસ ત્યારે શરૂ કરવામાં આવી, જ્યારે એક કે બે દિવસમાં પરિવારના સભ્યો તરફથી કોઈ જાણકારી ના મળ્યા બાદ એક સંબંધી તેમની પાસે તપાસ કરવા માટે આવ્યા હતા. તેમને કહ્યું કે ઘરથી જાેડાયેલી કોઈ પ્રકારની અગાઉથી જ કોઈ પોલીસ રિપોર્ટ કે ઘરેલુ ઘટના નોંધાઈ નથી. તેમને કહ્યું કે કોઈ પોલીસ રિપોર્ટ થયો નથી, અહીં કોઈ સમસ્યા નહતી, કોઈ ઘરેલુ સમસ્યા પણ લાગી રહી નથી. તે ઘર કે પાડોશી વિશે પણ મને જાણકારી નથી. હાલમાં આ મોતને લઈ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસકર્તાઓ રાતભર ઘટનાસ્થળે કામ કર્યુ છે.. કમલ પરિવારની આલીશાન હવેલી જેની કિંમત આશરે ૫.૪૫ મિલિયન યૂએસ ડોલર છે. એક વર્ષ પહેલા મેસેચ્યુસેટ્સ સ્થિત વિલ્સનડેલ એસોસિએટ્સ એલએલસીને ૩ મિલિયન અમેરિકી ડોલરમાં વેચી દીધી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કમલે વર્ષ ૨૦૧૯માં ૧૯,૦૦૦ સ્કવેર ફૂડની આ સંપતિને ૪ મિલિયન યુએસ ડોલરમાં ખરીદી હતી, જેમાં ૧૧ બેડરૂમ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આલિશાન હવેલીમાં મોત થયેલા લોકો એકલા જ રહેતા હતા. આ વિસ્તાર રાજ્યમાં સૌથી પોશ વિસ્તાર ગણાય છે. મળતી માહિતી મુજબ દંપતિની દિકરી એરિયાના મિડિલબરી કોલેજની વિદ્યાર્થી હતી અને તે વર્મોટમાં પ્રાઈવેટ લિબરલ આર્ટસ સ્કુલમાં ૬૪,૮૦૦ અમેરિકી ડોલરની ફી પર ન્યૂરો સાયન્સનો અભ્યાસ કરી રહી હતી.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more