મુંબઇ: ફરાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પોતે પોતાના જે સાથીઓ પર વિશ્વાસ કરતો નથી તે સાથીઓની ધરપકડ કરાવી રહ્યો છે. દાઉદે જાતે હવે જબીર મોતીની ધરપકડ કરાવી છે. તેની હાલમાં લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. દાઉદની આ રણનીતિની સાથે તેના વિરોધીઓની સાથે સુરક્ષા સંસ્થાઓ પણ હેરાન છે. સુત્રોનુ માનવામાં આવે તો પોતાના સૌથી વફાદાર સાથી છોટા શકીલને પોતાની જગ્યા બતાવી દીધા બાદ છેલ્લા કેટલાક સમયથી બિમાર ચાલતો દાઉદ ઇચ્છે છે કે તેના પરિવારના સભ્યો જ કારોબાર સંભાળી લે.
દાઉદ એક એક કરીને હવે પોતાના અવિશ્વસનીય લોકોની ધરપકડ કરાવી રહ્યો છે. દાઉદના પૈસાની લેવડદેવડની જવાબદારી સંભાળનાર જબીરને આખરે કસ્ટડીમાં લઇ લેવામાં આવ્યો છે. બ્રિટનની સુરક્ષા સંસ્થાઓ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જબીરની ધરપકડને ભારતની મોટી સફળતા તરીકે જાવામાં આવે છે. કારણ કે ભારત દ્વારા જ જબીરની ધરપકડ કરવા માટેની માંગ કરવામાં આવી હતી. જબીર મોતી પાકિસ્તાની નાગરિક છે અને ડી કંપનીના આર્થિક મામલાના ઇન્ચાર્જ તરીકે જાવામાં આવે છે.
દાઉદના કાળાકારનામાનો સારી રીતે જાણનાર જબીરને લંડનની હિલ્ટન હોટલમાંથી પકડી લેવામાં આવ્યો હતો. પાકિસ્તાની નાગરિક અને ૧૦ વર્ષના વિઝા પર બ્રિટનમાં રહેતા જબીર મોતી અને દાઉદની પત્ની મજહબીન, પુત્રી મહેરિન અને જમાઈ જુનેદ વચ્ચે નાણાંકીય લેવડદેવની તપાસ બાદ જબીરને પકડી લેવામાં આવ્યો છે. દાઉદની સૌથી નાની પુત્રીના હજુ લગ્ન થયા નથી. કેટલાક દેશોમાં કારોબારથી થનાર કમાણી અને ગેરકાયદે ગતિવિધિ ચલાવવાની જવાબદારી જબીર સંભાળી રહ્યો હતો.
ગેરકાયદે હથિયારોના વેચાણ, માદક દ્રવ્યોની હેરાફેરી, રિયલ એસ્ટેટ કારોબાર મારફતે થનારી કમાણીનો ઉપયોગ ભારત વિરોધી ઓપરેશન માટે થઇ રહ્યો હતો. ભારતમાં ત્રાસવાદી ગતિવિધિઓ માટે આ નાણાનો ઉપયોગ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, દાઉદના પરિવારને બ્રિટનમાં શિફ્ટ કરવાના વિકલ્પ શોધવામાં પણ જબીરની મોટી ભૂમિકા રહી છે. કરાંચીમાં જે રેસીડેન્સિયલ સંકુલમાં દાઉદ પરિવાર રહે છે ત્યાં જબીરની પાસે પણ એક આવાસ છે. હાલમાં જબીર પોતે બાર્બાડોસ અને એન્ટીગુવામાં નાગરિકતા મેળવવાના પ્રયાસમાં હતો. ૧૯૯૩માં મુંબઈ બ્લાસ્ટમાં દાઉદ ભારતમાં મોસ્ટ વોન્ટેડ તરીકે છે.