વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને ઓપરેશન સિંદૂરની સફળતા અંગે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધનાર કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે. કર્નલ સોફિયાએ 1997માં એમ.એસ. યુનિવર્સિટીમાંથી બાયો કેમેસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું. વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને Corps of Signalsમાં જોડાઈને અનેક સફળતા મેળવી. તેઓના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા. સેનાના સંસ્કારોથી ઉછરેલાં સોફિયા આજે પોતે અને તેમના પતિ ભારતીય સેનાની મેખેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે. બંને દેશની રક્ષા માટે સમર્પિત છે…