ડી કંપનીમાં તિરાડ : દાઉદે  મચમચને ફટકાર લગાવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

નવી દિલ્હી  : ડી કંપનીમાં હાલમાં ભારે  ફફડાટની સ્થિતી જોવા મળી રહી છે. ડી કંપનીમાં તિરાડ પડી હોવાના સંકેત પણ મળી રહ્યા છે.જો કે હજુ સુધી કોઇ નક્કર માહિતી આ સંબંધમાં સપાટી પર આવી નથી. ડોન દાઉદ ઇબ્રાહિમે હવે તેના સૌથી નજીકના વિશ્વાસુ   છોટા શકીલના નજીકના સાથી મચમચને જોરદાર ફટકાર લગાવી છે.

દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા ઇકબાલ કાસ્કરના પુત્ર રિઝવાની મુંબઇ પોલીસને ધમકી આપવા અને પૈસા વસુલ કરવાના આરોપમાં ધરપકડ કરવામા આવ્યા બાદ દાઉદ ભારે નારાજ છે. તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ જુનમાં જ ધમકી અને બળજબરીપૂર્વક ખંડણી વસુલ કરવાના અન્ય એક મામલામાં ફરાર ગેંગસ્ટરે પોતાના લેફ્ટ હેન્ડ ગણાતા છોટા શકીલના સાથી ફાહિમ મચમચને ફટકાર લગાવી હતી. પરિવારની આગામી પેઢીને અપરાધની દુનિયામાં ખેંચવા બદલ ફટકાર લગાવી હતી. રિઝવાને જાહેર રીતે મચમચના ઇશારે કામ કર્યુ હતુ. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો રીઝવાનની ધરપકડ કરવામાં આવ્યા બાદ આગલા દિવસે દાઉદે મચમચને ફોન કરીને તેને ફટકાર લગાવી હતી.

એ વખતે મચમચ યુએઇમાં હતો. દાઉદે અપમાનજનક ભાષામાં વાત કરી હતી. સાથે સાથે ફટકાર લગાવી હતી. મોટા ભાગના બાળકો જે નવી પેઢીના છે તે અપરાધની દુનિયાથી દુર છે. આવી સ્થિતીમાં તેમને દુર રાખવા માટે દાઉદ પણ ઇચ્છે છે. યુવા પેઢી વિદેશમાં અભ્યાસ કરે છે. સાથે સાથે પરિવારના અન્ય લોકો અખાત દેશોમાં શોપિગ મોલ અને અન્ય કારોબાર સાથે જોડાયેલા છે. આવી સ્થિતીમાં હવે ડી કંપનીમાં તિરાડની સ્થિતી છે.

TAGGED:
Share This Article