દાતી મહારાજનું ચોંકાવનારુ સત્ય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દાતી મહારાજ પર દુષ્કર્મનો આરોપ લગાવનાર પીડિતા સામે આવી છે, તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જ્યારે પીડિતાએ આ વાતની જાણ આશ્રમમાં રહેતી એક વરિષ્ઠ શિષ્યાને કરી ત્યારે તેણે પીડિતાને જવાબ આપ્યો કે બધા જ આવુ કરે છે, તેણે પણ બાબાની વાત માનવી પડશે. તે જ વરિષ્ઠ શિષ્યાએ ઘણી વાર પીડિતાને બાબા પાસે મૂકી આવતી હતી. પીડિતાનો આરોપ છે કે, બાબાએ રાજસ્થાનના આશ્રમમાં પણ દુષ્કર્મ કર્યુ હતુ. હેરાન થઇને પીડિતાએ આશ્રમ છોડીને ઘરે જવાનુ નક્કી કર્યુ હતું. બાબાના ડરથી તે કમ્પ્લેન કરવાથી ડરતી હતી, પરંતુ હિંમત કરીને તે દિલ્હીથી ફતેહપૂર પોલીસ સ્ટેશન પહોંચી ગઇ હતી. પીડિતાએ અહીં બાબા અને તેના ચેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસ બાબા પાસે પૂછતાછ માટે પણ ગઇ હતી, બાબાએ સહયોગ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. હાલ બાબા રાજસ્થાન સ્થિત તેમના આશ્રમમાં છે.

દેશનાં મશહૂર દાતી બાબા ઉપર તેમની જ સાધ્વી પર દુષ્કર્મ કર્યાનો આરોપ છે. આ મામલે બાબાને 15 જૂન સુધી જવાબ આપવા માટે કહ્યું છે, તે સિવાય સાધ્વીને સુરક્ષા આપવાની અપીલ પણ કરી છે.

TAGGED:
Share This Article