નવી દિલ્હી : ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી આજે ફરી એકવાર ૨૯મી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. સપ્રીમ કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે ફરી એકવાર સુનાવણી ટાળી દેવાતા નિરાશાનુ મોજુ ફરી વળ્યુ હતુ. પાંચ જજની બંધારણીય પીઠમાં સામેલ રહેલા જસ્ટીસ યુયુ લલિતે આ મામલામાંથી પોતાને અલગ કરી લેતા સુનાવણી ફરી એકવાર ટળી ગઇ હતી. હવે નવી બેંચમાં જસ્ટીસ યુયુ લલિતની જગ્યાએ અન્ય જજને સામેલ કરવાં આવનાર છે. તારીખ પે તારીખનો સિલસિલો નીચે મુજબ છે.
- ભારે ચર્ચાસ્પદ અયોધ્યા મામલામાં સુનાવણી આજે ફરી એકવાર ૨૯મી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી હતી. સપ્રીમ કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનો સિલસિલો જારી રહ્યો છે.
- પાંચ જજની બંધારણીય પીઠમાં સામેલ રહેલા જસ્ટીસ યુયુ લલિતે આ મામલામાંથી પોતાને અલગ કરી લેતા સુનાવણી ફરી એકવાર ટળી ગઇ હતી.
- હવે નવી બેંચમાં જસ્ટીસ યુયુ લલિતની જગ્યાએ અન્ય જજને સામેલ કરવાં આવનાર છે. હવે બેંચની રચના ફરીથી કરવામાં આવનાર છે.
- અગાઉ સુપ્રીમ કોર્ટે પાંચ જજની બંધારણીય બેંચની રચના કરી હતી. સાથે સાથે સુનાવણી ૧૦મી જાન્યુઆરીના દિવસથી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
- આઠમી જાન્યુઆરીના દિવસે રચવામાં આવેલી બંઘારણીય બેંચનુ નેતૃત્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઇને સોંપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત બેંચમાં ચાર જજ જસ્ટીસ એએ બોબ્ડે, જસ્ટીસ એનવી રમન્ના, જસ્ટીસ યુયુ લલિત અને જસ્ટીસ ડીવાય ચન્દ્રચુડ સામેલ હતા
- અગાઉ સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ પર ચોથી જાન્યુઆરીના દિવસે ફરી એકવાર સુનાવણી ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાઉસફુલની સ્થિતિ રહી હતી.