ડેટા લીક હેટ સ્પીચ અને હેકિંગના પરિણામસ્વરૂપે અનેક પ્રકારની સમસ્યા ઉભી થઇ રહી છે. આભાસી દુનિયાના આ રસ્તા પર કેટલાક જીવલેણ ખાડા દેખાઇ રહ્યા છે. આજે ડિજિટલ દુનિયા જે ઝડપથી આગળ વધી રહી છે તે જ ઝડપથી સોશિયલ મિડિયાએ પણ પ્રગતિ કરી છે. આજે સોશિયલ મિડિયા સૌથી વધારે સક્રિય છે અને સૌથી વધારે નેટવર્ક ધરાવે છે. સોશિયલ મિડિયા પર કોઇ વાત જાહેર થયા બાદ તરત જ સમગ્ર દુનિયામાં આ વાત પહોંચતી થઇ જાય છે. સોશિયલ મિડિયાના જેટલા ફાયદા રહેલા છે તેટલા જ તેના નુકસાન પણ રહેલા છે. ડિજિટલ યુજર પર નજર રાખનાર એજન્સી ગ્લોબલ ડિજિટલ સુઇટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જાન્યુઆરી-૨૦૧૯ સુધી સમગ્ર દુનિયામાં આશરે ૪.૩૯ અબજ ઇન્ટરનેટ યુઝર થઇ ગયા છે. જેમાંથી આશરે ૩.૪ અબજ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જો ભારતની વાત કરવામાં આવે તો આ આંકડો સમગ્ર દુનિયાની કુલ વસ્તી પૈકી એક તૃતિયાંશની આસપાસ છે. અહીંથી ૩૦ ટકા વસ્તી સોશિયલ મિડિયાનો ઉપયોગ કરી રહી છે.
વર્ષ ૨૦૧૮માં ૬૦ મિલિયન નવા આની સાથે જાડાઇ ગયા હતા. અમે ચીન બાદ બીજા સ્થાને પહોંચી ગયા છીએ. આજે ભારતમાં એક યુઝર સરેરાશ ૨.૩૨ કલાક દરરોજ સોશિયલ મિડિયા પર પોતાનો સમય ગાળે છે. સોશિયલ મિડિયાનો ઉપયોગ કરનાર ૫૯ ટકા યુઝરની વય ૧૮થી ૫૯ વર્ષની વચ્ચેની છે. આવી સ્થિતીમાં વધારે સાવધાન રહેવાની જરૂર છે. આજે સોશિયલ મિડિયા નવા રસ્તા શોધી કાઢવામાં મદદરૂપ છે પરંતુ તે હેટ સ્પીચને ફેલાવવા માટેના માધ્યમ તરીકે પણ બની રહ્યુ છે. ડેટા લીકથી લઇને હેકિંગ સુધીની સમસ્યા આવી રહી છે. હજુ હાલમાં સપાટી પર આવ્યુ છે કે એક મહિલા યુઝરના વોટ્સ એપ ડીપી ફોટોનો ઉપયોગ કરીને ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લેવામાં આવ્યુ હતુ. તેનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મિડિયા મારફતે હની ટ્રેપના કેસો સપાટી પર આવી રહ્યા છે. જરૂર છે કે બેંક એકાઉન્ટની જેમ જ સોશિયલ મિડિયાના એકાઉન્ટ માટે પણ ચિંતા રાખવામાં આવે,. આના માટે પણ કેટલીક ગંભીર બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. સોશિયલ મિડિયાને લઇને ગંભીરતા અતિ જરૂરી બની ગઇ છે. સોશિયલ મિડિયાના ઉપયોગને લઇને કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.
સૌથી પહેલા તો સોશિયલ મિડિયા એકાઉન્ટ માટે અલગ આઇડી રાખવામાં આવે તે જરૂરી છે. પર્સનલ ફોન નંબર સોશિયલ મિડિયા પર ક્યારેય શેયર કરવામાં ન આવે તે જરૂરી છે. ઘરના સરનામાને સોશિયલ મિડિયા પર ક્યારેય મુકવામાં ન આવે તે જરૂરી છે. રાજ્ય જ અપડેટ કરવામાં આવે તે જરૂરી છે. આધાર કાર્ડ પૈન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ કોઇ કિંમતે પોસ્ટ કરવામાં ન આવે તે જરૂરી છે. પલ્બિક ઇન્ટરનેટનો ઉપયોગ કરવાથી બચવામાં આવે તે જરૂરી છે. પબ્લિક પ્લેટફોર્મના સિસ્ટમમાં લોગિંગ કરવામાં ન આવે તે જરૂરી છે. બે લેવલ ઓથોન્ટિકેશન સિસ્ટમ આપના એકાઉન્ટમાં રહે તે ખુબ સારી બાબત છે.
આ બેન્કિંગથી લઇને સોશિયલ મિડિયામાં ઉપયોગને ભૂમિકા ભજવે છે. ૨-લેવલ ઓથોન્ટિકેશન સિસ્ટમ બેકિંગથી લઇને તમામ જગ્યાએ રહે તે જરૂરી છે. આ વ્યવસ્થા હોવાથી તેનો દુરુપયોગ કરી શકાશે નહીં. અમે સામાન્ય રીતે માનીને ચાલીએ ચીએ કે અમે પાસવર્ડ સેવ થવા દીધા નથી. કેમ પણ દુર કરવામાં સફળ રહ્યા છીએ, પરંતુ આ બાબત શકય છે કે સિસ્ટમ કોમ્પ્યુટરમાં કી પેડમાં લોગ બને છે. જે બાબતની ટાઇપ કરવામાં આવી છે તેની ફાઇલ બની ગઇ હોય તે શક્ય છે. તમે આને શોધી શકવાની સ્થિતીમાં રહેતા નથી. કારણ કે તેના પાથ શક્ય છેકે કોઇ અન્ય વ્યક્તિએ નક્કી કરેલો હોય. આવી સ્થિતીમાં અનેક પ્રકારની તકલીફ ઉભી થઇ શકે છે.