ગુજરાત : DassaultSystèmes(Euronext Paris: #13065, DSY.PA) દ્વારા ગુજરાતમાં ૩ડીએક્સપીરિયન્સ ઓન વ્હીલ્સની ત્રીજી આવૃત્તિ પ્રદર્શિત કરવામાં આવી હતી. 3DEXPERIENCE on Wheels- Connected Value Network ના નોમનક્લેચર હેઠળ આ કેમ્પેઈન વાહન, એરોસ્પેસ અને ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ સેક્ટરમાં પુરવઠાકારોને વર્તમાન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ) આવશ્યકતાઓ અને ભાવિ ઉદ્યોગનાં ધોરણોને પહોંચી વળીને પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમનો સ્તર વધારવા માટે અભિમુખ બનાવે તે રીતે તૈયાર કરવામાં આવી છે. અ પ્રદર્શનમાં ઈન્ડિયા ડેસોલ્ટ સિસ્ટમીઝના વેલ્યુ સોલ્યુશન્સના સિનિયર ડાયરેક્ટર અરુણ રાવે જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રી રેનેસાં દુનિયાભરમાં ઊભરી રહ્યું છે અને તેમાં પ્રક્રિયા, સેવાઓ અને ટેકનોલોજીની નવી શ્રેણીઓનો સમાવેશ થાય છેઃ નવાં નિવારણો વધતી ગ્રાહકોની માગણીને પહોંચી વળવા માટે નિર્માણ કરાઈ રહ્યાં છે ત્યારે ઔદ્યોગિક સેવાઓને પુરવઠાકારો સાથે જોડવા માટે નવી ઓનલાઈન ઈકોસિસ્ટમ્સ બનાવવામાં આવી છે. ભારતમાં આ પરિપ્રેક્ષ્યમાં એન્જિનિયરો અને ઉત્પાદકો તેમની ડિઝાઈન વિચારધારા બહેતર બનાવીને, ઉત્પાદન નાવીન્યતાઓ રજૂ કરીને અને ભારતમાં નિર્માણ કરવા માટે તૈયાર રહીને ભાવિ તૈયાર બને તે જરૂરી છે.
પુણેમાં મે ૨૦૧૯માં જીજી ઝંડી બતાવવામાં આવેલી આ કેમ્પેઈન છ મહિના સુધી ચાલશે અને તે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ઔદ્યોગિક કેન્દ્રો પર કેન્દ્રિત રહેશે. ૩ડીએક્સપીરિયન્સ ઓન વ્હીલ્સ- કનેક્ટેડ વેલ્યુ નેટવર્ક ૩ડીએક્સપીરિયન્સ પ્લેટફોર્મ, એટલે કે, બિડ ટુ વિન, સિંગલ સોર્સ ઓફ સ્પીડ અને એન્જિનિયર્ડ ટુ ફ્લાય પર ત્રણ ઉદ્યોગ નિવારણ અનુભવો પર આધારિત પ્રદર્શન સાથે સુસજ્જ છે, જે નિવારણો અનુક્રમે વાહન, ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ અને એરોસ્પેસ સપ્લાયરોની આવશ્યકતાઓ માટે તૈયાર કરવામાં આવ્યાં છે.
કનેક્ટેડ વેલ્યુ નેટવર્કસ કંપનીઓ કે મોજૂદ કંપનીઓના વિભાગોના નવા પ્રકારોને લીધે પાર્ટમાં વધુ ઊભરી રહ્યાં છે. આ ઉદ્યોગો સપ્લાયરો અથવા પારંપરિક સપ્લાય ચેઈનના મોજૂદ સંચને બંધનકારક નથી અને તેમના એકંદર વેપાર મોડેલના ભાગરૂપે તે બ્લેન્ક સ્લેટ સાથે તેમનાં નવાં વેપાર સાહસો વિશે બધું જ એપ્રોચ કરી રહ્યા છે. વેપાર ભાગીદારોના ગતિશીલ સંચ સાથે સાનુકૂળ વેલ્યુ નેટવર્ક આજની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ ઉત્તમ સ્થિતિસ્થાપકતા અને ગતિ આપે છે. આ મુક્તપણું સહકાર વધારવા માટે પારંપરિક સ્પર્ધા કરતા ટ્રેડિંગ ભાગીદારો અને સપ્લાયરોને પણ વધારશે. ૩ડીએક્સપીરિયન્સ ઓન વ્હીલ્સ- કનેક્ટેડ વેલ્યુ નેટવર્ક ઈન્ડસ્ટ્રી રેનેસાંના યુગમાં પારંપરિક ઓઈએમ- સપ્લાયર ઈકોસિસ્ટમની આ ખૂબીઓને મઢી લેશે.
ભારતનું એમએસએમઈ મૂળ દુનિયામાં સૌથી વિશાળમાં સ્થાન ધરાવે છે. આ ક્ષેત્ર વ્યાપક શ્રેણીની સેવાઓ પૂરી પાડે છે અને પારંપરિકથી લઈને હાય- ટેક આઈટમો સુધીની શ્રેણીમાં લગભગ ૬૦૦૦ પ્રોડક્ટોના ઉત્પાદનમાં સંકળાયેલી છે. ક્ષમતાના આ ઊંડાણ સાથે ભારતની એમએસએમઈ માટે પ્રોડક્ટ વિકાસમાં તેમની આરએન્ડડીને મજબૂત બનાવવા અને વૈશ્વિક બજારની માગણીઓને પહોંચી વળવા માટે તેમની ઉત્પાદન પ્રક્રિયાઓને પ્રવાહરેખામાં લાવવા માટે ભાર આપીને વિશાળ તકો છે. આ પરિપ્રેક્ષ્યમાં અરુણે એમ પણ ઉમેર્યું કે પ્લેટફોર્મ્સ કંપનીનો આકાર અને સ્થળ ગમે તે હોય તો પણ ડેટાને કોમન વ્યુ અને એક્સેસ આપીને કામગીરી પાર અને સંસ્થાકીય પાર જોડાણોને પ્રવાહ રેખામાં લાવવામાં મદદરૂપ થાય છે અને ઘણા બધા હિસ્સાધારકો વેલ્યુ નેટવર્કમાં ભાગ લઈ શકે છે અને સચ્ચાઈના એક સ્રોતમાંથી કામ કરી શકે છે. ૩ડીએક્સપીરિયન્સ પ્લેટફોર્મ ગુજરાતમાં વાહન, ઈન્ડસ્ટ્રિયલ ઈક્વિપમેન્ટ્સ, રસાયણ, ફાર્મા અને સેંકડો અન્ય ક્ષેત્રોમાં એસએમઈની વૃદ્ધિ માટે ચાવી છે.
૩ડીએક્સપીરિયન્સ ઓન વ્હીલ્સ- કનેક્ટેડ વેલ્યુ નેટવર્ક કેમ્પેઈન અને કસ્ટમર ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામના ભાગરૂપે ડેસોલ્ટ સિસ્ટમીઝે તેમની બ્રાન્ડ્સ, એટલે કે, કેટિયા, સિમુલિયા, ડેલિમિયા અને ઈનોવિયા પર અનેક પહેલો રજૂ કરી છે, જે વેલ્યુ ચેઈનમાં આવવા માગતી એસએમઈ પર ખાસ કેન્દ્રિત છે.