રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના દર્શન માટેનો ૨૮મી ફેબ્રુઆરીનો સમય

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર તેમજ ડાકોરના સેવક આગેવાન ભાઇઓ દ્વારા તા.૨૮-૦૨-૨૦૧૮ના રોજ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજના દર્શનનો સમય સવારે ૫.૦૦ કલાકથી ૫.૧૫ કલાક સુધી મંગળા આરતી અને ૮.૦૦ કલાક સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. ૮.૦૦ થી ૮.૩૦ સુધી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ ત્રણભોગ બાલભોગ, શ્રૃંગારભોગ અને ગોવાળભોગ આરોગવા જશે. આ સમય દરમિયાન દર્શન થશે નહીં. ૮.૩૦ કલાકથી ૧૧.૩૦ કલાક સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. ૧૧.૩૦ કલાકથી ૧૨.૦૦ કલાક સુધી રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ રાજભોગ આરોગવા જશે. આ સમય દરમિયાન દર્શન થશે નહીં.

બપોરના ૧૨.૦૦ કલાકથી ૨.૦૦ કલાક સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. ૨.૦૦ કલાકથી ૩.૩૦ દરમ્યાન મંદિર બંધ રહેશે. ૩.૩૦ કલાકથી ૫.૩૦ કલાક દરમ્યાન ઉથ્થાપન આરતી થઇ દર્શન થશે. ૫.૩૦ કલાકથી ૫.૪૫ કલાક દરમ્‍યાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ શયનભોગ આરોગવા બિરાજશે. ૫.૪૫ કલાકથી ૮.૦૦ કલાક સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. ૮.૦૦ કલાકથી ૮.૪૫ કલાક દરમ્યાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ સુખડીભોગ આરોગવા બિરાજશે. આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે અને ૮.૪૫ કલાકથી અનુકુળતા મુજબ દર્શન થશે ત્યારબાદ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે અને મંદિરનો પ્રવેશદ્વાર બંધ થશે તેમ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જણાવાયું છે.

Share This Article