સોની મ્યુઝિક દ્વારા દર્શન રાવલનું નવું સોન્ગ #હેપ્પીલવ સિંગલ ‘દો દિન’ માટે અમદાવાદમાં લોન્ચિંગ કાર્યક્રમ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 

અમદાવાદ : સોની મ્યુઝિક દ્વારા જાણીતા ગાયક દર્શન રાવલનું નવું સોન્ગ #હેપ્પીલવ સિંગલ ‘દો દિન’ માટે ટૂંકમાં રિલીઝ કરવા તૈયાર છે. સોશિયલ મીડિયા ફેન્સ તથા આસપાસના લોકો દર્શન આવા હેપ્પી સોન્ગ પર કેવી રીતે કામ કરે છે તેનાથી આશ્ચર્ય પામ્યાં છે.

જો કે, તેના નવા સિંગલ ‘દો દિન’ને યુ ટ્યુબ પર લોન્ચ કરવામાં આવ્યું છે જેના ૩૩+ એમએન વ્યુઝ છે, તે નૃત્ય સાથેનું મજેદાર સોન્ગ છે જે તમારા ચહેરા પર ત્વરિત સ્મિત લાવશે અને તમને ઉઠીને નૃત્ય કરાવા માંગશે. આજે દર્શન રાવલે તેના અલગ જ પ્રકારમાં આ સોન્ગની જાહેરાત કરી હતી. આ કુનાલ વર્મા દ્વારા લખાયેલું અને દર્શન રાવલ અને ડેની ઠકરાર દ્વારા કંપોઝ કરાયેલું આ સોન્ગ મુંબઇના આઇકોનિક લિબર્ટી થિએટરમાં શૂટ કરવામાં આવ્યું છે.

દર્શન રાવલે જણાવ્યું હતું કે,“મેં હંમેશા વિચાર્યું હતું કે હું સેડ લવનો માસ્ટર છું, તેથી હવે આ પ્રતિસાદ સાથે, હું કામ કરી રહ્યો છું અને મારા વિચારોને બદલવાનો પ્રયાસ કરી રહ્યો છું. તેથી, એક લવ સોન્ગ માટે તૈયાર થાઓ જે તમારા હૃદયમાં વધારાની બીટને ઉમેરશે.”

 

Share This Article