સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેન્ની એન્ટોની રોલેન ફોરે ગુજરાતની બે દિવસની મુલાકાતે 

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેન્ની એન્ટોની રોલેન ફોરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ૨૨ જૂન ૨૦૧૮ના સાંજે હવાઇ માર્ગે અમદાવાદ પધાર્યા છે. રાત્રી રોકાણ બાદ તેઓ ૨૩ જૂન ૨૦૧૮ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે.

ત્યાંથી તેઓ મ્યુઝીયમ અને હ્રદયકુંજ સહિતની મુલાકાત લઇ ગાંધી આશ્રમ-સાબરમતી આશ્રમની મુલાકાત લેશે જ્યાં ગાંધીજીવન દર્શનથી પરિચિત થશે. ત્યાંથી તેઓ ગાંધીનગર સ્થિત ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે અને ફોરેન્સિક સાયન્સિસ વિશે માહિતી મેળવશે. રાષ્ટ્રપતિ રાજભવનની મુલાકાત લીધા બાદ વિદાય લેશે.

Share This Article