પોર્ન ફિલ્મો નુકસાનકારક છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શુ આપની સાથે પણ ક્યારેક એવુ બન્યુ છે જ્યારે આપના મેલ પાર્ટનરે આપની સાથે સેક્સ માણતા પહેલા પોર્ન ફિલ્મ અથવા તો ક્લીપ જોવા માટે કહ્યુ હોય પરંતુ તમને આ બાબત ગમતી ન હોય. જ્યારે આપના પાર્ટનરની ઉત્તેજના પોર્નના કારણે જ વધી જતી હોય ?  જો તમારો જવાબ  હામાં છે તો પરેશાન થવાની બિલકુલ જરૂર નથી. કારણ કે આ સમસ્યા માત્ર આપની સમસ્યા નથી. બલ્કે મહિલાઓની સાથે થનાર કોમન સમસ્યા બની ચુકી છે. હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પોર્નના કારણે બિનસુરક્ષાની ભાવના વિકસિત થાય છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે પોર્ન ફિલ્મ નિહાળી લીધા બાદ મહિલાઓમાં પોતાના જ શરીર સાથે જોડાયેલી બિનસુરક્ષાની ભાવના જન્મ લેતી હોય છે.

જર્નલ ઓફ વિમેન્સ હેલ્થમાં પ્રકાશિત આ અભ્યાસમાં કહેવામાં આવ્યુ છે કે હેટ્રોસેક્યુઅલ એટલે કે સ્ટ્રેટ મહિલાઓ દ્વારા પોર્ન જાવા અને તેમના સેક્સુઅલ અનુભવ વચ્ચે સીધા કનેક્શન છે. આ અભ્યાસની વાત માનવામાં આવે તો જો સેક્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન પોર્નના સંબંધમાં વિચારવામાં આવે તો મહિલાઓ પોતાના લુકને લઇને બિનસુરક્ષિત અનુભવ કરવા લાગી જાય છે. જેના કારણે સેક્સ દરમિયાન સંતુષ્ટિ અને પ્લેઝર અનુભવ કરવાના સ્તરમાં ઘટાડો થાય છે.

અમેરિકાના વર્જિનિયામાં કોમનવેલ્થ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પોર્ન ફિલ્મ નિહાળ્યા બાદ મહિલાઓ અને પુરૂષોના સેક્યુઅલ અનુભવમાં પણ અંતરની સ્થિતી હોય છે. પુરૂષોમાં જ્યાં વધારે પોર્ન ફિલ્મ નિહાળવાના કારણે સેક્યુઅલ ઇન્ટીમસીમાં ઘટાડો થાય છે. જ્યારે મહિલાઓ પોર્ન સામગ્રીને પોતાના પર્સનલ મટિરિયલની સાથે જાડી લે છે. અભ્યાસના તારણે જારી કરતા પહેલા ૧૮થી ૨૯ વર્ષની વયના તમામ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. તેમના સેક્સ અનુભવને પણ આમાં સામેલ કરવામાં આવ્યા હતા. પોર્નને લઇને તેમની ચિંતાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

Share This Article