તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કિડની સ્ટોનથી પિડાઇ રહેલા લોકોમાં ૫ વર્ષના ગાળા બાદ ટાઇપ-૨ ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે. ૩૦ ટકા જેટલો ખતરો ટાઇપ-૨ ડાયાબિટીસનો વધી જાય છે. દ જરનલ ઓફ યુરોલોજીમાં અભ્યાસના તારણો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ૨૩૫૬૯ પુખ્તવયના તાઇવાની દર્દિઓને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસ બાદ આ મુજબનું તારણ સપાટી ઉપર આવ્યું છે.
કિડની સ્ટોનની તકલીફથી ગ્રસ્ત બનેલા દર્દિઓમાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ આ મુજબનો તારણ સપાટી ઉપર આવ્યા છે. સ્ટોનની તકલીફ નહી ધરાવતા ૭૦૭૦૭ પુખ્ત વયના લોકોની સાથે કિડની સ્ટોનની તકલીફ ધરાવતા દર્દિઓની સરખામણી કરવામાં આવી હતી. ૫ વર્ષના ગાળા બાદ જાણવા મળ્યુ કે કિડની સ્ટોનથી ગ્રસ્ત ૧૨.૪ ટકા લોકોમાં ડાયાબિટીસનો ખતરો ઉભો થઇ ગયો છે. જ્યારે કિડની સ્ટોનની તકલીફ નહી ધરાવતા ૮.૭૩ ટકાને ટાઇપ-૨ ડાયાબિટીસની અસર થઇ હતી.
સંશોધકોએ સુચન કર્યું છે કે ઇન્સુલિન યુરિનની રચનાને બદલીને કિડની સ્ટોનમાં યોગદાન આપે છે. જે લોકો કિડની સ્ટોનની તકલીફ ધરાવે છે તે લોકોએ વધારે કસરત કરીને અને હેલ્થી ડાઇટનો ઉપયોગ કરીને ડાયાબિટીસના જોખમને ઘટાડવાના પ્રયાસો કરવા જોઇએ.