અમદાવાદ : માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના લોક સંપર્ક બ્યૂરો, અમદાવાદની ક્ષેત્રિય પ્રદર્શન કચેરી દ્વારા મહાત્માં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધીજીનું જીવન અને કાર્યોનું મલ્ટી મીડિયા અને ડીજીટલ રંગીન તથા શ્વેતશ્યામ તસ્વીરી પ્રદર્શન દાંડી કુટિર, ગાંધીનગર મહાત્મા મંદિર પાસે, તારીખઃર૭/૧૧/ર૦૧૮ થી તારીખઃ૦ર/૧ર/ર૦૧૮ સુધી ચાલશે.
પાટનગર ખાતે યોજાયેલા આ પ્રદર્શનનું ઉદઘાટન માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણી, તા.ર૭મીના રોજ ૧ર-૩૦ કલાકે કરશે. આ મલ્ટી પ્રદર્શનમાં મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક ઘટનાઓ દાંડીકૂચ, લડત-સત્યાગ્રહ, ઉપવાસ, જેલવાસ અસરકારક અંદોલન મીઠાસત્યાદગ્રહ, ચંપરણ સત્યાગ્રહ, વિદેશીવસ્તુઓનો બહિષ્કાતર આઝાદી મેળવવા આપેલા બલિદાન-ત્યાગ અને તપસ્યામનો ઇતિહાસ પણ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યો છે, તથા સ્વચ્છત ભારત મિશન, ભારત સરકારની છેલ્લાર ૪-વર્ષમાં પ્રજાકલ્યાણ માટે અમલમાં મૂકેલી નીતિઓ અને યોજનાઓની સિદ્ધિઓ ભારત સરકારની પ્રજાલક્ષી લોક કલ્યાકણકારી યોજનાઓની માહિતી ગામડાના છેવાડાના નાગરિક સુધી પહોંચે અને તેનો સીધો લાભ પ્રજાને મળે તે ઉદ્દેશથી આવા પ્રદર્શનનું આયોજન દેશના તમામ રાજયોમાં કરવામાં આવી રહયું છે. ભારત સરકારની લોક કલ્યાવણ યોજના જેવી કે, પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સ્વચ્છ ભારત મિશન, આયુષ્યમાન ભારત, જીએસટી, એક દેશ એક વેરો, નારી શક્તિ-બેટી બચાવો બેટી પઢાવો, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જેવી વિવિધ યોજનાઓ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે તેમજ વિકાસની આંકડીય માહિતી રજૂ કરાઇ છે.