તાજેતરમાં જ કરવામાં આવેલા કેટલાક અભ્યાસમાં પણ આ બાબત સાબિત થઇ ચુકી છે કે નાની વયથી જ ડાન્સ કરવામાં આવે તો જેમ જેમ વય વધે છે તેમ તેમ કેટલીક બિમારી તો પહેલાથીજ દુર ભાગી જાય છે. જેમાં કે સ્થુળતા ટેન્શન જેવી બિમારી થવાનો તો ખતરો રહેતો નથી. લંડનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્થુળ વ્યક્તિ જા દરરોજ ૩૦ મિનિટ સુધી ડાન્સ કરે તો ૧૫૦-૪૦૦ કિલો સુધી કેલોરી બર્ન કરી શકાય છે. ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ડાન્સથી યાદ શક્તિમાં પણ વધારો થાય છે. નિયમિત ડાન્સની ટેવ પાડવાથી મોટી વયમાં ડિમેન્ટિયાનો ખતરો પણ ઓછો રહે છે.
જાણકાર નિષ્ણાંતો અને તબીબો તો અહી સુધી કહે છે કે સગર્ભાવસ્થાના ગાળા દરમિયાન ડાન્સ કરવામાં આવે તો પણ કોઇ નુકસાન નથી. આના કારણે માંસપેશીઓ સોફ્ટ રહે છે. ગર્ભાવસ્થામાં દરેક પ્રકારના ડાન્સ કરી શકાય છે પરંતુ દર મહિને ડાન્સના પ્રકાર બદલાતા રહે છે. ડાન્સ એકલા રીતે પણ અને ગ્રુપમાં પણ કરી શકાય છે. જો કે પહેલા તબીબની સલાહ લેવામાં આવે તે જરૂરી છે. નિયમિત ડાન્સ કરવાથી રાત્રી ગાળામાં ઉંઘ સારી આવે છે. આળસ દુર થાય છે. બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. હાર્ટ અને ફેંફસાને મજબુતી મળે છે. આધુનિક સમયમાં લોકો કેલોરી બર્ન કરવા માટે જુદા જુદા પ્રયોગ કરે છે. ડાન્સ ક્લાસીનની બોલબાલા હવે જાવા મળી રહી છે. યુપા પેઢી તો પહેલાથી જ આ દિશામાં આગળ વધી રહી છે. જેથી તેમને તો સીધી રીતે ફાયદો છે પરંતુ હવે ફિટનેસને લઇને દેશના લોકો પણ વધારે સજાગ થઇ ગયા છે. મોટી વયના પુરૂષો અને મહિલાઓ પણ આ દિશામાં આગળ વધી રહ્યા છે. કેલોરી બર્ન કરવા માટે લોકો હવે વિવિધ ફિટનેસ ફંડા અજમાવે છે. આધુનિક સમયમાં વજન ઉતારવા માટે જુદા જુદા તરીકાનો ઉપયોગ લોકો દ્વારા કરવામાં આવે છે. પરંતુ હવે એક નવા અભ્યાસથી જાણવા મળ્યું છે કે અડધા કલાક સુધી સફળ સેક્સ ૨૫૦ કેલોરી બર્ન્સ કરવામાં મહત્વની ભુમિકા અદા કરે છે.
કેલોરી બર્ન્સ કરવા માટે અથવા તો વજનને ઉતારવા માટે કોઇપણ મોંઘા જીમમાં જવાની જરૂર નથી. આ સસ્તા વિકલ્પ દંપતિ પોતે અજમાવી શકે છે. કેલોરી વધી રહી છે તે મુદ્દે હાલમાં લોકો વાતચીત કરતા નજરે પડે છે. આ સમસ્યાને દુર કરવા માટે જુદા જુદા પ્રયોગો અજમાવે છે. પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વજન ઉતારવાનો શ્રેષ્ઠ રસ્તો સેક્સ હોઇ શકે છે. સેક્સથી કેલોરી બર્ન્સ થાય છે. અભ્યાસમાં પણ આ બાબત હવે સાબીત થઇ ચુકી છે. અભ્યાસમાં ધડાકો કરાયો છે કે મહિલાઓ પણ હવે આ બાબત સમજતી થઇ છે કે લાંબા દિવસ બાદ ફિટનેસને જાણવી રાખવા માટે સેક્સરસાઇઝના સ્વરૂપમાં સેક્સ ઉપયોગી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે અડધા કલાક સેક્સ ૨૫૦ કેલોરી બર્ન્સ કરી નાખે છે. આધુનિક સમયમાં નોકરી કરનાર સ્ત્રી પુરુષોની રોજગારીના સ્થળે વધારે બેસવાથી કેલોરીમાં વધારો થઇ જાય છે. જેથી વજન વધે છે. વજન વધવાથી ગ્રસ્ત મહિલાઓ અને પુરુષો જીમમાં જતા થયા છે. પરંતુ હવે અભ્યામાં જાણવા મળ્યું છે કે નિયમિત સેક્સ પરંપરાગત રીતે કેલોરી બર્ન્સ કરવામાં ઉપયોગી છે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે સામાન્ય કિસિંગ ૨૦૦ કેલોરી બર્ન્સ કરે છે. કેરી મેક ક્લોકીના પુસ્તક ધ અલ્ટીમેટ સેક્સ ડાઇટમાં કહેવામાં આવ્યું છે કે સેક્સ ૧૫૦થી ૨૫૦ કેલોરી બર્ન્સ કરે છે. કેટલાક કિસ્સામાં ૩૫૦ કેલોરી બર્ન્સ કરે છે. ડાન્સને લઇને અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ ૩૦ મિનિટ સુધી ડાન્સ ૪૦૦ કેલોરી બર્ન કરે છે. બોલિવુડમાં રહેલી તમામ નવી અભિનેત્રીઓ કલાકો સુધી ડાન્સ કરે છે અને પોતાની સ્લીમ અને ખુબુસુરત બોડીને સાચવે છે. દિશા પટની, શિલ્પા શેટ્ટી અને મલાઇકા અરોરા ખાન સહિતની તમામ અભિનેત્રીઓ જે ચાહકોમાં લોકપ્રિય છે તે ડાન્સ કરીને ફિટનેસ જાળવી રાખે છે. આલિયા ભટ્ટ, જાનહવી પણ ફિટનેસ મેળવવા માટે ડાન્સને મહત્વ આપ્યુ છે.