અમદાવાદ: એક તરફ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા ડ્રેનેજના ગંદા પાણીને શુદ્ધ કરીને તેનો તળાવ ભરવા કે ગાર્ડનીંગ કરવા કે પબ્લિક ટોઇલેટની સફાઇ માટેના ન્યૂસંસટેન્કરમાં ઉપયોગમાં લેવા લાખો રૂપિયાના ખર્ચે શુદ્ધીકરણ પ્લાન્ટ સ્થપાઇ રહ્યા છે. બીજી તરફ એક અથવા બીજા કારણસર પાણીની મેઇન ટ્રંક લાઇનમાં પણ છાશવારે પડતા ભંગાણથીલાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ખાનપુર વોર્ડમાં આવેલી ભવન્સ કોલેજ પાસે મેઇન ટ્રંક લાઇનમાં લીકેજ થવાથી હજારો લિટર પાણી રસ્તા પર વહી રહ્યું છે, જોકે તંત્રને આ લીકેજની બે દિવસ પહેલાં જાણ થઇ હોઇ તેનું રિપેરિંગકામ હાથ ધરાયું છે.
આ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ખાનપુર વોર્ડમાં ભવન્સ કોલેજથી કામા હોટલ વચ્ચેની પાણીની મેઇન ટ્રંકલાઇનમાં છેલ્લા પંદર દિવસથી લીકેજ થયું હતું. સરદારકુંજ સોસાયટીથી દરિયાપુર જતી૯૦૦ એમએમની આ લાઇનમાં લીકેજ થવાથી રસ્તા પર હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો,જોકે તંત્રને આ અંગેની માહિતી હજુ બે દિવસપહેલાં મળી હતી. આની સાથે સાથે આ લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં પાણીની બૂમ ઊઠીરહી છે.
આ અંગે મધ્ય ઝોનના ઇજનેર વિભાગના વડા અમિત પટેલને પૂછતાં તેઓ કહે છે મેઇન ટ્રંક લાઇનમાં પ્રેશરના કારણે લીકેજ થયું હતું. તેના રીપેરીંગ માટે ગઇ કાલ સાંજથી કામગીરી હાથ ધરાઇ છે, જે આવતીકાલ સાંજ સુધીમાં પૂર્ણ કરાશે. જા કે, પાણીના હજારો લિટર વેડફાટને પગલે સ્થાનિક લોકોએ તંત્રની કામગીરી અને ગંભીર બેદરકારી પરત્વે રોષ વ્યકત કર્યો હતો.